જેતપુરમાં અમરનગર રોડ પર રહેતા નિવૃત્ત શિક્ષકે પિયા ૫૦,૦૦૦ વ્યાજે રકમ લીધા બાદ દરરોજ પિયા ૧૦૦૦ વ્યાજ ચૂકવવું પડતું હોય જે રકમ ચૂકવવા માટે તેણે જેની પાસેથી આ રકમ લીધી હતી તેના પિતા પાસેથી પણ વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજના અજગર ભરડામાં ફસાયા હતા નિવૃત શિક્ષકે આ પિતા–પુત્રને વ્યાજની રકમ ચૂકવવા માટે પોતાની જમીન વેચી દઇ પિતા–પુત્ર પાસેથી લીધેલા કુલ ૧૦.૨૫ લાખના બદલામાં . ૨૩.૭૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં પિતા–પુત્ર પઠાણી ઉઘરાણી કરતા હતા તેમજ શિક્ષકે અન્ય એક શખસ પાસેથી અઢી લાખ વ્યાજે લીધા હોય જેને ૯૭,૫૦૦ ચૂકવી દીધા બાદ પણ તે પણ પઠાણી ઉઘરાણી કરતો હોય નિવૃત્ત શિક્ષકે આ ત્રણેય શખસો વિદ્ધ જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં અમરનગર રોડ પર વેકરીયાનગરમાં રહેતા દિનેશકુમાર ધનજીભાઈ વાલાણી(ઉ.વ ૬૦) નામના નિવૃત્ત શિક્ષક દ્રારા જેતપુર સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં જેતપુરમાં અમરનગર રોડ પર વેકરીયાનગરમાં રહેતા કૃણાલ વિજયભાઈ રાવલ તેના પિતા વિજય હર્ષદભાઈ રાવલ તથા ડોબરીયાવાડી વિસ્તારમાં રહેતા દિનેશ હર્ષદભાઈ રાવલના નામ આપ્યા છે.
નિવૃત્ત શિક્ષકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનામાં તેમને ઘરમાં ઘર ખર્ચ માટે પૈસાની જર હોય કૃણાલ રાવલનો સંપર્ક કરી તેની પાસેથી પિયા ૫૦,૦૦૦ રોજનું પિયા ૧૦૦૦ વ્યાજ ચૂકવવાની શરતે વ્યાજે લીધા હતા. જેના બદલામાં કોરા ચેક પણ આપ્યા હતા બે ત્રણ દિવસ વ્યાજની રકમ ભર્યા બાદ એક મહિનો પૂરો થઈ ગયેલ હોય પરંતુ પિયા ૫૦,૦૦૦ ની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય વ્યાજ ચડતું જતું હતું અને આ વ્યાજની રકમ ચૂકવવા માટે પૈસાની જરિયાત પડતા દિનેશકુમારે કૃણાલ પાસેથી કટકે કટકે પૈસા લેતા ગયા આમ કુલ પિયા ૫.૨૫ લાખ પિયા વ્યાજે લીધા હતા જેનું તેઓ માસિક ૪૫ ટકા વ્યાજ કૃણાલને ચૂકવતા હતા. બાદમાં ફરિયાદી પાસે વ્યાજની વ્યવસ્થા ન થતા કૃણાલ ફોન કરી વારંવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો ફરિયાદીએ કહ્યું હતું મારી પાસે પિયા નથી જેથી કૃણાલે કહ્યું હતું કે, મારા પિતા વિજય રાવલ પાસે પૈસા છે હત્પં તમને મારા પિતાજી પાસેથી વ્યાજે પૈસા લઈ આપું તેમ વાત કરતા ફરિયાદી હા કહી હતી. બાદમાં કુણાલે તેના પિતા વિજયભાઈ પાસેથી ૪.૫૦ લાખ રોકડા વ્યાજે અપાવ્યા હતા જેનું દરરોજનું પિયા ૧૮,૦૦૦ વ્યાજ આ વિજયભાઈને ચૂકવવાનું હતું આ ૪.૫૦ લાખ કૃણાલે પોતાની પાસે રાખી લીધા હતા અને કહ્યું હતું કે તમારી ઉપર જે વ્યાજ ચડી ગયું છે તે મેં લઈ લીધું છે. બાદ કૃણાલના ૫.૭૫ લાખ અને તેના પિતાના ૪.૫૦ લાખની રકમનું વ્યાજ ચડતું ગયું હતું.
વ્યાજની રકમ ચૂકવવા માટે એપ્રિલ ૨૦૨૪ માં ફરિયાદીએ તેમના પત્નીની માલિકીની ૧૪.૬ વીઘા જમીન જે પેઢલા ગામમાં આવેલી હોય તે વેચી નાખી કૃણાલ ને ૫.૨૫ લાખ તથા એકવાર . ૮ લાખ રોકડા આપ્યા હતા. જે અંગે કૃણાલે એક ચિઠ્ઠીમાં સહી કરી ૮ લાખ રોકડા આપ્યા છે તેવું લખાણ કરી આપ્યું હતું. તેમ છતાં કૃણાલે ઉઘરાણી ચાલુ રાખતા ઓકટોબર ૨૦૨૪ માં ફરિયાદીએ તેમના મિત્ર કમલેશભાઈ ઠુંમર પાસેથી સાડા ચાર લાખ ઉછીના લઇ કૃણાલને આપ્યા હતા બાદમાં ઓકટોબર મહિનામાં જ મિત્ર વિનુભાઈ ભલાડા પાસેથી અઢી લાખ લઇ કૃણાલના પિતા વિજયભાઈને વ્યાજ ચૂકવ્યું હતું. નવેમ્બર મહિનામાં ફરિયાદીએ તેમના મિત્ર દિલીપભાઈ ઘુઘરાવાળા પાસેથી . ૩ લાખ ઉછીના લઇ કૃણાલને તથા તેના પિતાને વ્યાજ પેટે ચૂકવ્યા હતા. બાદમાં અન્ય મિત્રો દિનેશભાઈ રાદડિયા પાસેથી ૫૦,૦૦૦ ઉછીના લઈ વ્યાજ ચૂકવ્યું હતું. તેમ છતાં આ પિતા–પુત્ર વ્યાજની રકમની ઉઘરાણી ચાલુ રાખતા ફરિયાદીએ દિનેશ હર્ષદભાઈ રાવલ પાસેથી અઢી લાખ પિયા વ્યાજે લીધા હતા જેને દરરોજ પિયા ૩૫૦૦ વ્યાજ ચૂકવવાનું થતું હતું જે આજદિન સુધી પિયા ૯૭,૫૦૦ ફરિયાદીએ ચૂકવ્યું છે.
આમ નિવૃત શિક્ષકે કૃણાલ અને તેના પિતા વિજય રાવલ પાસેથી કુલ પિયા ૧૦.૨૫ લાખ વ્યાજે લીધા હોય જેની અવેજીમાં આ પિતા–પુત્રને પિયા ૨૩.૭૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં બંને બ તથા ફોનમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપે છે તેમજ દિનેશ રાવલ પાસેથી અઢી લાખ લીધા હોય જેનું ૯૭,૫૦૦ વ્યાજ ચૂકવ્યા બાદ તે વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરતા હોય શિક્ષકે ત્રણેય સામે આ ફરિયાદ નોંધાવતા પોલીસે મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech