રાજકોટ શહેરમાં એરપોર્ટ રોડ પર રહેતા ભારત પેટ્રોેલીયમ (બીપીસીએલ)ના નિવૃત્ત અધિકારી અશ્ર્વિનભાઈ માનસિંગભાઈ તલાટીયા ઉ.વ.૬૫ સાથે મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સીબીઆઈના નામે ખોટી ઓળખ ઉભી કરી સાયબર ગઠીયાઓ દ્રારા ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી લઈને ૧.૦૩ કરોડની ઠગાઈ આચર્યાનો બનાવ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાયો છે. બે માસ પુર્વે આવેલા વોટસએપ કોલથી તલાટીયા સાયબર માફીયાની જાળમાં ફસાયા હતા અને નિવૃત્તિ સુધીની નોકરી દરમિયાનની એકત્રીત થયેલી રકમ ગુમાવી હતી.
પ્રા વિગતો મુજબ અશ્ર્વિનભાઈને ગત તા.૯ જુલાઈના રોજ વોટસએપ કોલ આવ્યો હતો જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી પીઆઈ અજય પાટી બોલું છું, તમારી સામે એફઆઈઆર નોંધાઈ છે. અમારા સીનીયર અધિકારી વિનય ચોબે સાથે વાત કરો કહેતા વિનયે કહ્યું કે, તમારૂ એરેસ્ટ વોરટં નીકળ્યું છે. બે કલાકમાં સીબીઆઈ ટીમ એરેસ્ટ કરી જશે. હવે કેસ અમારા બીજા સીનીયર ઓફિસર આકાશ કુલહરીના હાથમાં છે. આકાશ નામના શખસે કહ્યું કે, એક એપ મોકલું છું તે ડાઉન લોડ કરો તેમાં તમારા કેસ સંદર્ભની નોટીસ છે. સુપ્રીમ કોર્ટમાં હાજર થવું પડશે.
વૃધ્ધે લીંક ઓપન કરતા સુપ્રીમ કોર્ટના સહી–સિકકાવાળી નોટીસ હતી. ત્યાર બાદ આકાશે તમારૂ ફાઈનાન્સ આરબીઆઈ ઓડીટર પાસે ચેક કરાવવું પડશે. જેથી બેંક એકાઉન્ટ આપીએ તેમાં નાણાં ટ્રાન્સફર કરો તમારૂ વોરટં હંગામી ધોરણે રોકાવ્યું છે. એપમાં મોકલેલા બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાનું કહેતા પ્રથમ તા.૧૦ના રોજ ૧.૦૬ લાખ, ૬૬૦૦૦ બીજા દિવસે ૧૧.૮૦ લાખ, તા.૧૫ના રોજ ૨૧.૮૫ લાખ, તા.૧૮ના રોજ ૩૧ લાખ તથા તા.૧૯ના રોજ ૩૭.૩૦ લાખ મળી તા.૧૦ થી ૧૯ સુધીમાં ગઠીયાઓએ એરેસ્ટ, પકડ વોરંટ, સીબીઆઈ તથા મની લોન્ડરીંગના નામે ડરાવી ૧,૦૩,૬૭,૦૦૦ની રકમ ઓનલાઈન ઓળવી લીધી હતી.
નાણાં ટ્રાન્સફર કરાવ્યા બાદ રોજ સમયાંતરે મેેસેજ કરવા રીપોર્ટ કરવા વૃધ્ધને ડરાવ્યા હતા અને જાન જોખમમાં હોવાનું પણ કહ્યું હતું. ફરી સાયબર ગઠીયાઓએ ૩૦ લાખની હજુ વધુ રકમ આપવી પડશે તેમ કહેતા ડરી ગયેલા મુંઝાયેલા અશ્ર્વિનભાઈએ નોકરી દરમિયાન બચત કરેલી નિવૃતિમાં મળેલી રકમ તો ટ્રાન્સફર કરી દીધી હતી પરંતુ વધુ રકમની વ્યવસ્થા કરવા મિત્ર હર્ષદભાઈ વિનોદભાઈ આશરનો સંપર્ક કરી ૩૦ લાખ ઉધાર લેવા ગયા હતા અને મિત્રને સમગ્ર વાત કરતા હર્ષદભાઈએ સાયબર ફ્રોડ હોવાનું જણાવ્યું હતું અને તુરતં જ પોલીસનો સંપર્ક કરાવ્યો હતો. તપાસના અંતે પોલીસે અજાણ્યા શખસો સામે આઈટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.આરોપીઓના વોટસએપ નંબર જે એકાઉન્ટસમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા તેની વિગતો મેળવવા પોલીસે તપાસ હાથ ધરી ગઠીયાઓની ઓળખ મેળવવા પ્રયાસો આરંભ્યા છે.
સરકાર, પોલીસની લાખ અપીલ છતાં લોકો સાયબર ફ્રોડમાં ફસાય છે
કેન્દ્ર સરકાર, રાજય સરકાર, સ્થાનીક સુરક્ષા એજન્સીઓ દ્રારા સાયબર ફ્રોડ માફીયાઓ કે, આવા શખસો દ્રારા લીંક મોકલી, કોલ કરી કે આવી રીતે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી લેતા હોય છે. અજાણ્યા કોલ લીંક કે આવા કોઈ ઓનલાઈન વ્યવહારો અજાણ્યા શખસો સાથે ન કરો તુરતં જ સાયબર ક્રાઈમ પોલીસ, લોકલ પોલીસનો સંપર્ક કરો. સાયબર ફ્રોડથી બચોની ચેતવણી રૂપ કે સતેજ કરતી જાહેરાતો કરાતી હોય છે છતાં લોકો આવા સાયબર માફીયાઓના શિકાર બનતા રહે છે. કયાંક લાલસા કે કયાંક ભય આવા ગુનેગારોને લાભ અપાવી દે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech