ગીર વિસ્તારમાં રેલવે લાઇન નજીક સિંહોના અકાળે થતાં મોત મામલે હાઇકોર્ટ લાલચોળ થઈ ગઈ છે. સિંહોના મૃત્યુ અટકાવવા માટે થઈને રાય સરકાર દ્રારા કરવામાં આવેલી કામગીરી નો પ્રગતિ અહેવાલ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યેા છ
સિંહોના રેલવે ટ્રેક પર થતા મૃત્યુને લઈને સુઓમોટો રિટમાં ગઈકાલે રાય સરકાર દ્રારા મુદત લેવામાં આવી હતી. દરમિયાન એવી રજૂઆત કરી હતી કે, સિંહોના મૃત્યુ અટકાવવા સરકાર કટિબદ્ધ છે. તેમાં થઇ રહેલી કામગીરીનો ચિતાર હાઇકોર્ટને આપવામાં આવશે. જેથી હાઇકોર્ટે સરકારને આ મામલે સમગ્ર પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો આદેશ કરતા ત્રણ સાહ બાદ વધુ સુનાવણી મુકરર કરી છે.
ગુજરાત હાઇકોર્ટ દ્રારા વર્ષ ૨૦૧૮ માં સિંહોના અપમૃત્યુને લઈને સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. જે મુદ્દે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. હાઈકોર્ટના ગત સુનાવણીમાં હત્પકમ કર્યેા હતો કે રેલવે અને વન વિભાગ ભેગા મળીને એક હાઈ લેવલ કમિટી બનાવે જે સિંહોના આકસ્મિક મૃત્યુના કારણો અને તેને અટકાવવાના ઉપાયો શોધીને એક માર્ગ દર્શીકા બનાવે. જેમાં આજે રેલવેએ જણાવ્યું હતું. કે, હાઈકોર્ટના આદેશ મુજબ ૧૦ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં પાંચ સભ્ય વન વિભાગના અને પાંચ સભ્ય રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે જેની બેઠક ત્રણ વખત મળી ચૂકી છે.
જેમાં વન વિભાગે જણાવ્યું હતું કે, વિભાગના અધિકારીઓએ તપાસ કરીને રિપોર્ટ બનાવ્યો છે. જેમાં ત્રણ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. એક સિંહ ટ્રેકરને નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું હતું. જોકે, કોર્ટે કહ્યું હતું કે, કોર્ટે શિસ્ત સંબંધી નહીં, પરંતુ હાઈ લેવલ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં અસ્માતના કારણો હોય અને ભવિષ્યમાં તે ઘટનાઓ ફરીથી ન બને તે અંગેના પગલાંની વાત હોય.
એડિશનલ એડવોકેટ જનરલે જણાવ્યું છે કે, કમિટી બનીને તપાસ શ થઈ છે. તેનો પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકાશે. જેમાં રેલવે અને વનવિભાગ તરફથી સક્ષમ અધિકારી જોઈન્ટ એફિડેવિટ ફાઈલ કરશે. જોકે, આ માટે એડિશનલ એડવોકેટ જનરલે સમય માગતા વધુ સુનવણી 12 જુલાઈના રોજ રાખવામાં આવી છે. હાઇકોર્ટે રેલવે વન વિભાગને અગાઉ ખખડાવતા છેલ્લ ા બે મહિનામાં અનેક સિંહોના રેલવે ટ્રેક ઉપર જીવ જતા બચ્યા છે. ઉલ્લ ેખનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં અકસ્માતમાં ત્રણ સિંહના મોત થયા હતા. તે અંગે તપાસ અહેવાલ આપવા રેલવે અને વન વિભાગને હાઇકોર્ટે અગાઉ હુક્મ કર્યો હતો. આમ છતા અધિકારીઓએ જાતે કોઈ પગલાં લીધા નથી. ફક્ત ખાતાકીય તપાસ કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે.
કોર્ટે રેલવે અને વન વિભાગના તપાસ રિપોર્ટને અસ્પષ્ટ જણાવ્યો હતો. વન વિભાગે જણાવ્યું હતું કે, તેણે ડીઆરએમ ભાવનગરને વનવિસ્તારમાંથી રેલવે ટ્રેક ઉપરની વનસ્પતિઓ દૂર કરવા અને ફેન્સિંગ રિપેર કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, એક જ મહિનામાં ત્રણ સિંહોના ટ્રેન અસ્માતમાં મૃત્યુ હ્તાં અધિકારીઓએ જાતે કોઈ પગલાં લીધા નથી. ફક્ત ખાતાકીય તપાસ કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે.
વન વિભાગે ઓગસ્ટ, 2023માં રેલવેને સૂચના આપી હતી કે લીલીયા અને પીપાવાવ વચ્ચે રાત્રે સિંહની અવરજવર હોવાથી રેલવેની સ્પીડ ઘટાડીને 20 કિલોમીટર પ્રતિ ક્લાકની કરવામાં આવે. આ વિસ્તારમાં રેલવેના ટાઈમ ટેબલની વન વિભાગને અગાઉથી જાણ કરવામાં આવે. જોકે, નવી ગાઈડ લાઈન મુજબ સ્પીડ લિમિટ 40 કિલો મીટર પ્રતિ ક્લાકની કરી દેવાઈ છે. વળી, ખરેખર ટ્રેન કેટલી ઝડપે ચાલે છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી કે સવારે પણ ટ્રેન કેટલી ઝડપે ચાલે છે તેની માહિતી આપવામાં આવી નથી.
વન વિભાગે જણાવ્યું હતું કે, સિંહોને ટ્રેક કરવા માટે 58 ટ્રેકર કાર્યરત છે. રેલવે વિભાગ તરફ્થી કહેવામાં આવ્યું હતું કે, 20 એપ્રિલના રોજ સિંહ રેલવે લાઈન દેવામાં આવી હતી. જેથી કોર્ટે કટાક્ષમાં કહ્યું હતું કે, ઉપર બેઠો હતો. જેથી અગમચેતી રૂપે ટ્રેન રોકી તમને આ કાર્ય બદલ પદ્મશ્રી આપવો જોઈએ.રાજ્યની જિલ્લ ા અદાલતોમાં કોઈપણ ઘટના બને તો તેના માટે તેઓ જવાબદાર છે. તેઓ રજિસ્ટ્રાર જનરલ પાસેથી તેનો રિપોર્ટ મગાવીને પગલાં લેશે. તેવી જ રીતે રેલવે અને વન વિભાગના અધિકારીઓએ તપાસ કરીને આવી ઘટનાઓ નિવારવા પગલાં લેવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech