કુપોષણ અંગે પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, કુપોષણ એક વિષચક્ર છે. આ વિષચક્રને તોડવા માટે તમામ સ્તરે પ્રયત્નો કરવા પડશે. રાજ્યને કુપોષણ મુકત બનાવવા માટે સરકાર સંકલ્પબધ્ધ છે. પોષણને વિશેષ પ્રોત્સાહીત કરવાના હોલીસ્ટીક્ એપ્રોચ સાથે રાજ્ય સરકારે અંદાજપત્રમાંના ખાસ જોગવાઈ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સુત્ર હર ઘર પોષણને જનઆંદોલનના ભાગરૂપે લઈ જવાશે. કુપોષણને નાથવા માટે નાગરિકોના વર્તનમાં પરિવર્તન લાવવું ખુબ જરૂરી છે. દરેક નાગરિકે પોતાના આરોગ્ય ને પોષણ માટેની જાગૃતિ કેળવવી પડશે.
આંગણવાડીના બાળકોમાં કુપોષણ સ્થિત અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, કુપોષણ એ માત્ર ગરીબોમાં જ છે એવું નથી, કુપોષણ એ સમૃધ્ધ પરિવારોમાં પણ જોવા મળે છે. અલ્પ પોષણ અને અતિ પોષણ બન્ને કુપોષણના પ્રકાર છે. અલ્પ પોષણ માટે અનેક કારણો જવાબદાર છે. એમાં જન્મ સમયની સ્થિતિ, બાળકના જન્મનો ક્રમ, માતાનું આરોગ્ય, સામાજીક આર્થિક સ્થિતિ, રહેણી કરણી ખાન, પાનની ટેવ, કોઈ ચેપ કૃમિ, વ્યસન વગેરે જેવી અનેક પરિસ્થિતિ અસર કરે છે. આમ અનેક કારણો કુપોષણ માટે જવાબદાર છે. આજે શું ખાવું અને શું ન ખાવુ તે માહિતીના અભાવે લોકો કુપોષણનો શિકાર બને છે.
પોષણ અંગે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, પુરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પુરૂ પાડવા માટે ૮૭૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પુર્ણ યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાંના આવતા ટેક હોમ રાશન માટે ૩૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી માતૃશકિત યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લીટર તેલ આપવામાં આવે છે. જેના માટે ૩૨૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોષણ સુધા યોજના હેઠળ ૧૦૬ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે ૧૨૯ કરોડની જોગવાઈ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech