સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. હકીકતમાં, પશ્ચિમ બંગાળ સરકારે રાયની ૭૭ જાતિઓને ઓબીસી હેઠળ અનામત આપવાના નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યેા હતો. આ ૭૭ જાતિઓમાંથી મોટાભાગની જ્ઞાતિઓ મુસ્લિમ સમુદાયની છે. પશ્ચિમ બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યેા હતો, જેમાં ઓબીસી હેઠળ આ જાતિઓને અનામત આપવાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે સ્પષ્ટ્ર કયુ કે અનામત માત્ર સામાજિક અને આર્થિક પછાતતાના આધારે આપી શકાય છે, ધર્મના આધારે નહીં. રાય સરકાર તરફથી હાજર રહેલા વરિ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ અનામત ધર્મના આધારે નહીં પરંતુ પછાતપણાના આધારે આપવામાં આવ્યું છે.
૨૨ મેના રોજ હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ૨૦૧૦થી લાગુ કરાયેલી ઓબીસી અનામતની જોગવાઈઓને રદ કરી હતી અને કહ્યું હતું કે ઓબીસી નો દરો માત્ર ધર્મના આધારે આપવામાં આવે છે, જે બંધારણને અનુપ નથી. આ સાથે જ હાઈકોર્ટે ૨૦૧૨માં રાય દ્રારા બનાવેલા અનામત કાયદાને પણ ગેરકાયદે જાહેર કર્યેા હતો. આ નિર્ણય બાદ પશ્ચિમ બંગાળમાં ૭૭ મુસ્લિમ જાતિઓને ઓબીસી હેઠળ અનામત આપવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો. જેમણે પહેલાથી જ સરકારી નોકરીઓ અથવા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ લીધો હતો તેમના અધિકારોને અસર થશે નહીં.
આ કેસની આગામી સુનાવણી હવે ૭ જાન્યુઆરીએ થશે. સિબ્બલે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવા માટે તાત્કાલિક અસરથી વચગાળાનો આદેશ જારી કરવા કોર્ટને અપીલ કરી હતી, જે હજારો વિધાર્થીઓ અને નોકરી શોધનારાઓના અધિકારોને અસર કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશનિ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકોને સોનાનો સૂરજ ઊગશે, સૌથી વધુ ફાયદો થશે
March 29, 2025 01:39 PMજામનગરમાં રાજપૂત કરણી સેનાએ સાંસદની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ
March 29, 2025 01:28 PMજામનગર: આજે શનિ અમાવસ્યા...શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ
March 29, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech