રૂપાલા સામે રોષ યથાવત: ધ્રોલમાં નીકળી ક્ષત્રિય સમાજની વિશાળ રેલી

  • April 09, 2024 11:04 AM 

બે હજારથી વધુ ભાઇઓ તેમજ બહેનો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવ્યા બાદ અપાયું આવેદન: રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ


રાજકોટ ભાજપ લોકસભા સીટના ઉમેદવાર પુષોતમ રૂપાલાની સામે સમગ્ર ગુજરાતમાં કથીત નિવેદનથી વિરોધનો વંટોળ ભભૂકયો છે, જેમાં સૌરાષ્ટ્રના નાના-નાના તાલુકા અને ગામડાઓમાં પણ ભાજપ નો એન્ટ્રીના બેનરો લાગ્યા છે, ગઇકાલે ધ્રોલ ખાતે ક્ષત્રિય મહીલાઓ દ્વારા વિશાળ રેલી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


ધ્રોલ ખાતે ક્ષત્રિય સમાજ દ્રારા પરસોતમ રૂપાલા વિરૂધ્ધ મામલતદાર સાહેબ ને આવેદન આપવા મા આવય્યુ પરસોતમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ વિરૂધ્ધ ના નિવેદન થી ક્ષત્રીય સમાજ મા રોસ દિવસે ને દિવસે વધતો જાય છે જે રાજપુતાણીયો મત દેવા માટે પણ ધર ની બહાર પગ ના મુકતી એ રાજપુતાણી ઓ પોતાના કેસરી પોસાક મા આજ જાણે  રણચંડી બની ને આંદોલન કરવા જ્યારે નિકડી છે તો આ પર થી આ આંદોલન ની ગંભિરતા કેટલી હોય સકે તે સમજી સકાય આજ રોજ ધ્રોલ ખાતે ૨૦૦૦ થી વધુ સંખ્યા મા ક્ષત્રીય સમાજ ના ભાઈ અને બહેનો દ્રારા રેલી સ્વરૂપે જય ને મામલદાર સાહેબ ને આવેદન પત્ર પાઠવેલ જેમાં પરસોતમ રૂપાલા ની ટીકીટ રદ કરવા માંગણી કરેલ રેલ ધ્રોલ માં છેલ્લા પચાસ વર્ષ ના ઈતિહાસ માં આવી રેલી પહેલી વાર જોવા મડી હતી આ રેલી દરમિયાન પરસોતમ રૂપાલા હાય હાય ના નારા થી સમગ્ર ધ્રોલ ગુંજી ઉઠીયુ હતુ  ક્ષત્રીય સમાજ દ્રારા કાઢવા માં આવેલ આ રેલી ઉમિયા પાર્ટી પ્લોટ થી ત્રિકોણ થય ને મામલતદાર ઓફીસ પહોંચી હતી ક્ષત્રીય સમાજ દ્રારા ખુબજ શાંતી અને સિસ્ત પુર્વક આ રેલી નુ આયોજન કરવા માં આવેલ આને રેલી દરમિયાન ધ્રોલ પોલીસ સ્ટાફ તેમજ અન્ય સમાજ નો પણ ખુબ સહકાર મડેલ આ રેલી મા ક્ષત્રીય સમાજ ના આગેવાનો પણ ખુબ મોટી સંખ્યા મા જોડાયા હતા આ આવેદન હર્ષબા જાડેજા અને નયનાબા જાડેજા ની આગેવાનીમાં  આપવામાં આવેલ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News