વાયનાડમાં વરસાદના પગલે બચાવ કાર્યમાં વિઘ્ન, મૃતાંક 276

  • August 01, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેરળના વાયનાડમાં મચેલી તબાહીના 3 દિવસ બાદ પણ મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલુ છે. વાયનાડમાં ભૂસ્ખલનના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 276 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, 200થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા લોકોના બચવાની આશા ઓછી છે કારણ કે ઘટનાને 3 દિવસ થઈ ગયા છે. બચાવ કામગીરીમાં સમય પસાર થઈ રહ્યો છે અને વચ્ચે-વચ્ચે પડી રહેલા વરસાદને કારણે તે વધુ પડકારજનક બની રહ્યું છે.મુખ્ય પ્રધાન પ્નિરાઈ વિજયને જણાવ્યું હતું કે બે દિવસમાં 1,592 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને જ્યાં સુધી છેલ્લા સંભવિત બચી ગયેલા લોકોને બચાવવામાં ન આવે ત્યાં સુધી પ્રયાસો ચાલુ રહેશે.
વાયનાડ જિલ્લા પ્રશાસને જણાવ્યું કે મૃતકોમાં 30 બાળકોનો સમાવેશ થાય છે.મોડી સાંજ સુધીમાં, 96 મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી અને તેમાંથી 75 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધી પણ વાયનાડ પહોંચી રહ્યા છે.આર્મી, નેવી અને એનડીઆરએફની બચાવ ટીમ કાટમાળના ઢગલા ખોદીને લાકડા અને કોંક્રિટના અવશેષોને તોડી રહી છે. હવે આ બધા ખંડેર છે જે એક સમયે ઘરો હતા. બચી ગયેલાઓની શોધ માટે ટીમો દિવસ-રાત કામ કરી રહી છે.


ફૂલી ગયેલા શરીર બહાર આવી રહ્યા છે
સર્ચ ઓપરેશન દરમિયાન મોટાભાગના ફૂલેલા મૃતદેહો માટીમાં ઢંકાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ અટકી ન શકવાથી, બચાવ ટુકડીઓ બાકીના પહાડી પ્રદેશોથી કપાયેલા વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી હતી. સંરક્ષણ પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે મુંડક્કાઈ અને પડોશી બાગાન વિસ્તારોમાં તૈનાત આર્મી યુનિટોએ અસરગ્રસ્ત વિસ્તારના ભાગોમાં ફસાયેલા લગભગ 1,000 લોકોને બચાવ્યા છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોએ દિવસભર અનેક હવાઈ સર્વેક્ષણ કયર્િ હતા


અરબી સમુદ્ર પર ગાઢ વાદળોના કારણે કેરળના કેટલાક વિસ્તારો ફરી ખતરામા
કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 256 લોકોના મોત થયા છે, જ્યારે 128 લોકો ઘાયલ છે, જેમની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે અરબી સમુદ્રમાં વધી રહેલા તાપમાનને કારણે આ દુર્ઘટના બની છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં તાપમાન વધવાને કારણે ગાઢ વાદળો બની રહ્યા છે, જેના કારણે કેરળમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે.
કોચીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સેન્ટર ખાતે એડવાન્સ્ડ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રડાર રિસર્ચના ડિરેક્ટર એસ. અભિલાષે જણાવ્યું હતું કે સક્રિય ચોમાસું ઓફશોર લો પ્રેશર વિસ્તાર કાસરગોડ, કન્નુર, વાયનાડ, કાલિકટ અને મલપ્પુરમ જિલ્લામાં ભારે વરસાદનું કારણ બની રહ્યું છે, જેના કારણે છેલ્લા બે અઠવાડિયાથી સમગ્ર કોંકણ પ્રદેશ પ્રભાવિત થઈ રહ્યો છે. તેણે કહ્યું કે બે અઠવાડિયાના વરસાદ પછી માટી ક્ષીણ થઈ ગઈ. સોમવારે અરબી સમુદ્રના કિનારે ડીપ મેસોસ્કેલ ક્લાઉડ સિસ્ટમ રચાઈ હતી અને વાયનાડ, કાલિકટ, મલપ્પુરમ અને કન્નુરમાં ભારે વરસાદ થયો હતો, પરિણામે ભૂસ્ખલન થયું હતું. અભિલાષે કહ્યું, 2019માં કેરળના પૂર વખતે જોવા મળેલા વાદળોની જેમ જ વાદળો ખૂબ જ ગાઢ હતા. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકોને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગાઢ વાદળો બનવાની માહિતી મળી છે. કેટલીકવાર આ સિસ્ટમો જમીનના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, જેમ 2019 માં થયું હતું. અભિલાષે કહ્યું, અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં તાપમાન વધી રહ્યું છે, જેના કારણે કેરળ સહિત આ વિસ્તારનું વાતાવરણ થર્મોડાયનેમિકલી અસ્થિર બની ગયું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News