જામનગરમાં હોમગાર્ડઝના 200 જવાનોને રેસ્ક્યુ અંગે અપાતી તાલીમ

  • July 30, 2024 10:34 AM 

જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના અધ્યક્ષસ્થાને રાહત કમિશનરની કચેરી, મહેસુલ ભવન, ગાંધીનગર અને જામપાના સંયુકત ઉપક્રમે યોજાયેલા માહિતી વ્યવસ્થાપન માહિતી સેમિનારમાં ઈન્ટરનેશનલ રેસ્કયુ ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકર તથા પ્રાથમિક સારવાર ટ્રેનર શુભમ શાહ અને તેઓની ટીમ દ્વારા જામનગર જિલ્લા હોમગાર્ડઝના ૨૦૦ થી વધુ હોમગાર્ડઝ સભ્યોને પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા કોન્ફરન્સ હોલમાં રેસ્કયુ, સીપીઆર, ડિઝાસ્ટર અંગેની વિસ્તૃત જાણકારી સાથે ટ્રેનિંગ આપવામાં આવી હતી.


આ તકે જિલ્લાના કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા., મહિલા સ્ટાફ ઓફિસર પ્રેક્ષાબેન ભટ્ટ., સીટી એ યુનિટના અધિકારીઓ જયેશ રાણા અને હિતેશ જેઠવા તથા સીટી બી યુનિટના અધિકારીઓ મનિષ મર્થક તથા સીટી સી યુનિટના અધિકારીઓ હરેન્દ્રસિંહ જાડેજા અને કમલેશ ગઢિયા હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application