સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા તમામ મજૂરોને સુરક્ષિત બહાર કઢાયા

  • November 28, 2023 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે આજે 17મો દિવસ નવો સૂર્યોદય લઈને આવ્યો છે. ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાનું બચાવકાર્ય શરૂ, તમામ  મજૂરોને કઢાયા બહાર ડોકટરોની ટીમ ઘટના સ્થળે 12 નવેમ્બરે દિવાળીની સવારે સિલ્કિયારા ટનલમાં 41 મજૂરો ફસાયા હતા. ટનલમાં ફસાયેલા 41 મજૂરો માટે હવે દિવાળી એટલે કે ઉત્તરાખંડના ઈગાસ તહેવારની પરિવાર સાથે ઉજવણી કરશે. એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોએ અંદર જઈ મજૂરોને બહાર લાવવામાં સફળતા મેળવી છે ત્યારબાદ તેમનુ ચેકઅપ કરી તબીબી સારવાર આપવામાં આવશે.

ટનલમાં ફસાયેલા 41 મજૂરો માટે આજે નવું વર્ષ

12 નવેમ્બરે દિવાળીની સવારે સિલ્કિયારા ટનલમાં 41 મજૂરો ફસાયા હતા જે આજે 17 દિવસે બહાર આવ્યા છે. ટનલમાં ફસાયેલા મજુરોને આજે નવા વર્ષનો સૂર્યોદય જોવા મળશે સુરંગમાં ફસાયેલા મજૂરોના પરિવારોએ આશા વ્યક્ત કરી હતી કે કામદારો બહાર આવ્યા પછી જ તેઓ તેમની દિવાળી અને છઠની ઉજવણી કરશે. આ ઉપરાંત તેઓ પોતાના મુખ્ય તહેવાર પ્રકાશ પર્વ ઇગાસ-બગવાલની પરિવાર સાથે ઉજવણી કરશે.

મજૂરોના પરિવારજનોમાં હરખની હેલી

17 દિવસથી મજુરો ટનલમાં ફસાયેલા હતા ત્યારે તેના પરિવારજનો પણ ચિંતાતુર બન્યા હતા.ત્યારે આજે કામદારો જયારે ટનલમાંથી બહાર નીકળી ગયા છે ત્યારે તેઓના પરિવારજનોએ પણ રાહતના શ્વાસ લીધા છે. બચાવ ટુકડીઓએ કામદારોના સંબંધીઓને તેમના કપડા અને બેગ તૈયાર રાખવા જણાવ્યું હતું. કામદારોને બહાર કાઢ્યા બાદ થોડા સમય માટે તબીબી સારવાર હેઠળ રાખવામાં આવશે.

તમામ મજૂરો સ્વસ્થ અને સુરક્ષિત


સીએમ પુષ્કર ધામીએ એક્સ પર પોસ્ટ કર્યું કે બાબા બૌખ નાગજીની અપાર કૃપા અને કરોડો દેશવાસીઓની પ્રાર્થના અને બચાવ કાર્યમાં લાગેલી તમામ બચાવ ટુકડીઓની અથાક મહેનતના પરિણામે શ્રમિકોને બહાર કાઢવા માટે સુરંગમાં પાઈપ નાખવાનું કામ પૂર્ણ થયું છે. સુરંગમાં ફસાયેલા શ્રમિકોની ખબર-અંતર પૂછવા અને શ્રમિક ભાઈઓના સતત સંપર્કમાં રહેવા તબીબોને સૂચના આપી હતી. હાલ બધા કામદારો સ્વસ્થ અને સુરક્ષિત છે. 








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application