કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. કુદરતી આફતને એક અઠવાડિયું વીતી ગયું છે, પરંતુ બચાવ કામગીરી હજુ ચાલુ છે. માટી અને કાટમાળ નીચેથી સતત લાશો મળી રહી છે, જેની ઓળખ કરવામાં આવી રહી છે. મંગળવાર (6 ઓગસ્ટ) વાયનાડમાં બચાવ કામગીરીનો આઠમો દિવસ છે. ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 408 લોકોના મોત થયા છે, જેમાંથી 226 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 182 લોકોના શરીરના અંગો મળી આવ્યા છે.બચાવ કાર્યમાં લાગેલ એનડીઆરએફ, આર્મી અને સ્વયંસેવકોની ટીમ સોચીપારાના સનરાઈઝ વેલી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવા જઈ રહી છે. આ એક એવો દુર્ગમ વિસ્તાર છે, જ્યાં અત્યાર સુધી બચાવ કાર્ય કરવામાં આવ્યું નથી. આ જગ્યાએ 20 થી વધુ મકાનો હતા. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા એક ટીમ અહીં પહોંચવાની છે, જે લોકોને શોધવા અને બચાવવાનું કામ કરશે. હાલમાં વરસાદ બંધ થતાં બચાવ કામગીરી વેગ પકડી રહી છે. શરૂઆતના દિવસોમાં વરસાદના કારણે બચાવ કાર્ય મુશ્કેલ બન્યું હતું.
આદિવાસી સમુદાયના પરિવારો સુરક્ષિત
કેરળ સરકારે કહ્યું છે કે વાયનાડ ભૂસ્ખલનથી પ્રભાવિત આદિવાસી પરિવારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિભાગ દ્વારા સંચાલિત રાહત શિબિરોમાં રહે છે. તેમાં બાળકો સહિત 47 લોકોનો સમાવેશ થાય છે.
ભૂસ્ખલનમાં માર્યા ગયેલા અજાણ્યા લોકોના અંતિમ સંસ્કાર કરાયા
મોડી રાત્રે, પુથુમાલામાં ભૂસ્ખલનમાં માયર્િ ગયેલા 29 અજાણ્યા લોકો અને 154 શરીરના અંગોના સામૂહિક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના આત્માની શાંતિ માટે આજે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. વાયનાડના મુંડક્કાઈમાં સાતમા દિવસે શોધમાં વધુ છ મૃતદેહો મળી આવ્યા હતા અને આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 226 પર પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં બચાવકર્મીઓને વાયનાડમાંથી 150 અને નિલામ્બુરમાંથી 76 મૃતદેહો મળ્યા છે. અત્યાર સુધીમાં 181 શરીરના અંગો મળી આવ્યા છે, જેમાં વાયનાડમાંથી 24 અને નિલામ્બુરમાંથી 157નો સમાવેશ થાય છે. કેરળના એડીજીપી કાયદો અને વ્યવસ્થા એમઆર અજીત કુમારે જણાવ્યું હતું કે બચાવ કામગીરી તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તેમણે કહ્યું, બચાવ અને સર્ચ ઓપરેશન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યું છે. કાદવવાળા વિસ્તાર સિવાય જમીનનો વિસ્તાર લગભગ આવરી લેવામાં આવ્યો છે, જ્યાં લગભગ 50-100 મીટર કાદવ છે. આજે અમે ગ્રામ્ય કાયર્લિય વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અમે 12 લોકોને પસંદ કયર્િ છે, તેઓ નીચે જશે અને મૃતદેહોની શોધ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech