ગુજરાત રાજયમાં મહેસુલ વિભાગ દ્રારા જંત્રી દરમાં જંગી વધારો સુચવવામાં આવતા ક્રેડાઇ ગુજરાત સહિતની સંસ્થાઓ દ્રારા રેલી યોજી આવેદન પાઠવવા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. દરમિયાન રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારમાં જંત્રી દરમાં અનેકગણો વધુ વધારો સુચવવામાં આવતા હોબાળો થયો હતો. જયારે જંત્રી મામલેના વાંધા સુચનો સ્વીકારવા ૩૦ દિવસની મુદત અપાઇ હતી. આ સમયગાળા દરમિયાન રાજયભરમાંથી વાંધા સુચનોનો ધોધ વછુટયો હતો. જયારે રાજકોટ શહેરના ૯૦ વિસ્તારોમાં જંત્રી દર વધારવા માટે કલેકટર સમક્ષ રજૂઆત થયાનું આજે જાણવા મળ્યું હતું.
તાજેતરમાં જ રજા પરથી પરત ફરેલા રાજકોટ જિલ્લ ા કલેકટરે આજરોજ પત્રકારો સાથેની ટૂંકી વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ૯૦ વિસ્તારોમાં જંત્રી દર વધારવા માટે માગણી આવી છે અને આ અંગે સમીક્ષા કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે, રાજકોટ સહિત રાજયભરમાંથી જંત્રી મામલે વાંધા સુચનો મગાવવામાં આવ્યા હતાં તેમાં કુલ ૧૧૦૪૬ વાંધા સુચનો રજૂ થયા હતાં અને તેમાં સૌથી વધુ વાંધા સુચનો અમદાવાદ શહેરમાંથી ૨૧૭૯ વાંધા સુચનો આવ્યા હતાં અને સૌથી ઓછા વાંધા સુચનો તાપી જિલ્લ ામાંથી ફકત ૭ આવ્યા હતાં.
મહત્વપૂર્ણ છે કે, જંત્રી દર ઘટાડવા માટે રાજયભરમાંથી ૬૭૩૫ અરજીઓ આવી હતી જયારે જંત્રી દર વધારવાની માગણી સાથેની ૧૭૫૫ અરજીઓ આવી હતી.
નગરપાલિકાઓની ચૂંટણી માટે સ્ટાફ ફાળવણીના ઓર્ડર ટૂંક સમયમાં: કલેકટર
રાજકોટ જિલ્લ ા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, નગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાને લઇને ટૂંક સમયમાં ચૂંટણી કામગીરી માટે સ્ટાફની ફાળવણી કરવામાં આવશે. આ માટે આજે સાંજે કલેકટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech