ટ્રાફીક જાગૃતતા અભિયાન સંદર્ભે પોલીસ તંત્રનો અનુરોધ

  • July 30, 2024 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વિદ્યાર્થીઓને સ્કુલે લઈ જતા વેનચાલકો તેમજ અન્ય વાહનચાલકોને અપીલ


રાજય માં વધતા ટ્રાફીક ની સમસ્યા અને અકસ્માત ના બનાવ ને ધ્યાને લઇ  ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ વિભાગને સુચના અપેલી છે, જે મુજબ પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનો તેમજ સ્કુલમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને સ્કુલે મુકવા-લેવા માં ચાલતા વાહનોમાં કેપેસીટી કરતા વધુ પેસેન્જરો કે વિધ્યાર્થીઓ બેસાડે નહિ, તેવી પોલીસ વિભાગ દ્વારા તાકીદ કરાઈ છે.


આ ઉપરાંત  ખાનગી વાહનો કે જે ટેક્ષી પાસીંગ નથી તેમાં પેસેન્જરોની હેરાફેરી કરવામાં ન આવે, ઓવર સ્પીડમાં વાહનો ન ચલાવે, રોડ પર ગેર-કાયદેસર પાર્કીંગ ન થાય, તેમજ સીટ બેલ્ટ પહેરવો, હેલ્મેટ પહેરવુ વિગેરે નીયમોને અમલ થાય તે જોવા ખાસ ભાર મુક્યો છે.


આવા નિયમ ભંગ કરતા વાહન ચાલકો વિરુધ્ધ એમ.વી.એકટ તેમજ બી.એન.એસ.માં કરવામા આવલા નિયમો અને કાયદાની જોગવાઈ મુજબ પગલા લેવા હુકમ કરાયો છે.


આ ઉપરાંત નિયમોનો અચુક રીતે અમલ થાય તે જોવા ગુજરાત પોલીસ વિભાગને સુચના કરાઇ હોવાથી સીટી બી ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં એનફોર્સમેન્ટ તેમજ અવેરનેસ અંગેની કામગીરી માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના પ્રભાવીત વિસ્તારો જેવા કે વિકટોરીયા પુલ, જોગર્સ પાર્ક, પંચવટી-જી.જી.હોસ્પીટલ-અંબર સિનેમા જેવા વિસ્તારોમાં આગામી સમયમાં પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનો તેમજ સ્કુલમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને સ્કુલે મુકવા-લેવામાં ચાલતા વાહનો ચાલે છે.


તે ઉપરાંત જે વાહનો રોડ પર અડચણરૂપ તથા જોખમીરૂપે પાર્ક કરવામાં આવે છે, તેઓના ડ્રાઈવર તેમજ માલીકો ને ખાસ સુચના આપવામા આવે છે કે તેઓ જે વાહનો ચલાવે છે, તે વાહનોમાં આર.ટી.ઓ પાસીંગ મુજબના જ પેસેન્જરો કે વિધ્યાર્થીઓ બેસાડે, અને ટેક્ષી પાસીંગ ન હોય તેવા વાહનો પેસેન્જરોની હેરાફેરીમાં ન ચલાવે, અને પોતાના વાહનો જાહેર રોડ પર અડચણરૂપ પાર્ક ન કરે, ઉપરાંત  સ્કુલ/કોલેજ જતા વિધાર્થીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતા ન હોય તો તેમના વાલીઓએ વાહન ચલાવવા આપવા નહી, તેમજ સરકારશ્રીના રોડ સેફટીના અન્ય નીયમો, કાયદાનો અમલ કરવા જાણ કરવામાં આવે છે, તથા નિયમો નો ભંગ કરનાર વિરૂધ્ધ પોલીસ દ્વારા થતી કાયદાકીય કાર્યવાહી રોકડ દંડ, ડીટેઈન, ફરીયાદ વિગેરેની કાર્યવાહી કરવામાં આવેશે.

જેથી જામનગર જીલ્લા પોલીસ તેમજ સીટી બી ડીવી.પો.સ્ટે. દ્વારા વાહન માલીકો તેમજ ડ્રાઈવરો પોતાના વાહનોમાં પરમીટ કરતા વધુ પેસેન્જરો ન બેસાડે, ટેક્ષી પાસીંગ ન હોય તેવા વાહન ચાલકો પોતાના વાહનો પેસેન્જરોની હેરાફેરીમાં ન ચલાવે તેમજ જાહેર રોડ પર પાર્કીંગ ન કરે, વાહનોમાં કાળા કાચ ન રાખે, તેમજ ઓવર સ્પીડમાં વાહનો ન ચલાવે તેમજ સીટ બેલ્ટ અને હેલમેટ પહેરે તેમજ અન્ય નીયમોનુ પાલન કરવા ખાસ નમ્ર અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application