રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની કોટડા સાંગાણી ખાતે થનારી ઉજવણી પૂર્વે આજે સવારે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રાયના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતામાં ૨૬ જાન્યુઆરીને રવિવારના રોજ દેશના ૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કોટડાસાંગાણીમાં અરડોઈ રોડ પર ઠાકોરજી મુળવાજી વિનયન કોલેજ ખાતે યોજાશે.
જેનું રિહર્સલ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એ.કે. વસ્તાણીની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ તકે નિવાસી અધિક કલેકટર એ.કે. ગૌતમ તથા રાજકોટ શહેર પ્રાંત–૨ અધિકારી આસિ. કલેકટર મહેક જૈન પણ સાથે જોડાયા હતાં.
સવારે ૯ કલાકે રિહર્સલનો પ્રારભં થયો હતો. સૌથી પહેલા ધ્વજવંદન–રાષ્ટ્ર્રગાન થયું. બાદમાં અધિકારીઓએ પરેડ નિરિક્ષણ કયુ હતું. એ પછી પોલીસ સહિતની વિવિધની પ્લાટૂન દ્રારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. આ તકે વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્રારા યોગ તેમજ સાંસ્કૃતિક નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનું રિહર્સલ થયું હતું.
ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર રિહર્સલનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કયુ હતું. બાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિવિધ વિભાગો–ટીમને જરી સૂચનાઓ આપી હતી.
મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે થશે ધ્વજ વંદન
ભારતના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ રવિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે ઠાકોરજી મુળવાજી વિનયન કોલેજ, અરડોઇ રોડ, કોટડા સાંગાણી ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે. જેમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તથા કાર્યક્રમમાં માર્ચ પાસ્ટ, ટેબ્લો પ્રદર્શન, વિશિષ્ટ્ર કામગીરી કરનાર વ્યકિતઓનું સન્માન, વૃક્ષારોપણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે તેમ કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMશું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે? અમિત શાહના મહાકુંભ સ્નાન પછી ખડગેનો કટાક્ષ
January 27, 2025 05:12 PM‘ગેમ ચેન્જર’ જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો, ICC એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
January 27, 2025 04:50 PMનવા અભ્યાસ મુજબ મિડલ ચાઇલ્ડ હોય છે વધુ પ્રામાણિક, નમ્ર અને સહયોગી
January 27, 2025 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech