સલાયામાં પાણી, સફાઈ અને કર્મચારીઓના પગાર બાબતે જિલ્લા કલેકટરને રજૂઆત

  • September 28, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાણી વિતરણ અને અન્ય પ્રાથમિક સુવિધા અંગે બે યુવાનોએ લેખિતમાં રજૂઆત


સલાયા ગામ છેવાળાનું ગામ છે. અહી અંદાજે 55 થી 60 હજાર જેટલી વસ્તી છે. મોટા ભાગનાં લોકો વહાણ અને માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે. તંત્ર દ્વારા સલાયામાં લોકોની પ્રાથમિક સુવિધા પાણી,સફાઈ  આં બે બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અનેક વાર જુદાજુદા લોકો અને નેતાઓ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કયર્િ હોવા છતાં કોઈ કામ થતાં નથી. જેથી નગરપાલિકાનાં આં વહીવટથી કંટાળી સલાયાના બે યુવાનો અવેશ બ્લોચ અને સબિર ભોકલએ જિલ્લાના સમાહતર્િ કલેકટરને લેખિત અરજી કરી સલાયાના પ્રશ્નો બાબતે નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.


આ બંને યુવાનો દ્વારા સલાયામાં જુદાજુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર,સફાઈ,કચરાનો નિકાલ,સ્ટ્રીટ લાઈટ વગેરે બાબતે વિગતવાર માહિતી આપી અને પ્રજાને પ્રાથમિક સુવિધા મળી રહે એ માટે કલેકટર સાહેબ પાસે માગણી કરી છે. સલાયા માં પાણી વિતરણ વ્યવસ્થા પણ અત્યંત કથળેલી છે.


જેમાં 16 થી 20 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. આટલો વરસાદ થયા છતાં પાણી વિતરણ આટલા બધા દિવસે થતુ હોય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ કર્મચારીઓ પણ નગર પાલિકાના વહીવટથી હેરાન છે. બે થી ત્રણ માસના પગાર બાકી હોઈ તેમને પણ ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે. તેમજ સરકાર શ્રી દ્વારા આપતી ગ્રાન્ટની રકમમાં વર્ષોથી કોઈ વધારો કરવામાં આવેલ નથી જેમાં પણ વધારો કરવા માંગ કરાઇ છે. આમ અનેક પ્રશ્નો ની અવારનવાર રજૂઆત છતાં તંત્ર બેદરકાર હોઈ આં સમાજિક આગેવાન બે યુવાનો કલેકટર પાસે રજુઆત કરી અને યોગ્ય કરવા માંગ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application