પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ મામલે રાજકોટ કલેકટર–પોલીસ કમિશનર પાસે રિપોર્ટ મગાવ્યો

  • January 09, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચાઇનીઝ દોરીનું વેચાણ મામલે હાઇકોર્ટ કડક વલણ વખતે કયુ છે અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત ડિસ્ટિ્રકટ મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઉત્તરાયણમાં સેંકડો પક્ષી જીવ ગુમાવે છે છતાં પ્રતિબંધના આદેશનું પાલન થતું નથી તો કાચથી પીવડાવેલી દોરી પર પણ પ્રતિબધં મૂકવા બાબતની માંગણી કરવામાં આવી છે.
રાયભરમાં ઉત્તરાયણ દરમ્યાન ચાઇનીઝ દોરી અને તુક્કલોના વેચાણ પર પ્રતિબધં માગતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. તેમાં એવી રજૂઆત કરાઈ છે કે હાઇકોર્ટે અને પોલીસે અનેક વખત ચાઇનીઝ દોરી, નાઇલોન દોરી અને તુક્કલ વેચવા પર પ્રતિબધં ફરમાવ્યો છે. તેમ છતાં ઘાતક દોરી અને તુક્કલ કોઇ પણ પ્રકારના અવરોધ વગર વેચાય છે. હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના ડિસ્ટિ્રકટ મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે. જેની સુનાવણી શુક્રવારે રાખવામા આવી છે.
અરજદારે એવી પણ રજૂઆત કરી હતી કે કાચ પીવડાવેલી ઘેરી પણ પ્રતિબધં મૂકવો જોઇએ. કાચ પીવડાવેલી દોરીથી પક્ષીઓના ગળા કપાઇ જવાના બનાવો દર વર્ષે બને છે. પરતું ચાઇનીઝ દોરી અને તુકકલના લીધે આવતા ગંભીર પરિણામો અટકાવવા જરી છે. સરકારે દોરીથી ઇજાગ્રસ્ત બનેલા પશુ પક્ષી અને માણસોના સાચા આંકડા કોર્ટમાં રજૂ કરવા પણ અરજદારે દાદ માગી હતી. સરકારે હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં સાચા આંકડા૨જૂ નહીં કર્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
અરજદાર તરફથી એડવોકેટ નિમિષ કાપડિયાએ એવી દલીલ કરી હતી કે, કોર્ટના અને પોલીસના આદેશનું પાલન થતું નથી. ચાઇનીઝ અને નાઇલોન દોરીના ઉપયોગને લીધે દર વર્ષે સેંકડો પક્ષીઓ અનેપશુઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાય લોકોને રસ્તામાં આવી દોરીથી ગળું અને આખં જવાના બનાવો બને છે.આથી ઘાતક દોરી બનાવવા અને વેચવા પર કડક પણે પ્રતિબધં મુકવો જોઇએ.
ગૃહવિભાગ અને પોલીસ દ્રારા અનેક પરિપત્રો બહાર પડેલ છે ઉતરાણનો તહેવાર આવ્યા પછી તેનો અમલ થતો નથી આથી જાહેરનામા પ્રસિદ્ધ કરીને ઘાતક દોરીના વેચાણ પરત પ્રતિબધં લાવવો જોઈએ અને આ પ્રતિબંધનો કડક અમલ થાય તેવી માંગણી પણ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application