BCCIએ પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી સંભાળવાની ઓફર કરી છે. હાલમાં, ગૌતમ ગંભીર IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સના માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે સવાલ એ છે કે શું ગૌતમ ગંભીર બીસીસીઆઈની ઓફર પર વિચાર કરે છે કે નહીં તે તો સમય જ કહેશે.
BCCIએ પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી સંભાળવાની ઓફર કરી છે. અહેવાલો અનુસાર BCCIએ સોમવારે ગૌતમ ગંભીરનો સંપર્ક કર્યો છે. વાસ્તવમાં T20 વર્લ્ડ કપ 2024 પછી રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપશે.
ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપ બાદ તેમનો કાર્યકાળ આગામી T20 વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો હતો. રાહુલ દ્રવિડે અરજી ભરવાની ના પાડી દીધી હતી. જે બાદ BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે અરજીઓ મંગાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. હાલમાં પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર BCCI માટે આ પદ માટે સૌથી મોટી પસંદગી છે.
KKRના છે મેન્ટર
તમને જણાવી દઈએ કે હાલમાં ગૌતમ ગંભીર IPL ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે. વર્તમાન સિઝનમાં KKRએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમે પ્લેઓફમાં પણ જગ્યા બનાવી લીધી છે. શાહરૂખ ખાને ગૌતમ ગંભીરને ટીમનું સંચાલન કરવા માટે કોરો ચેક પણ આપ્યો હતો. હવે સવાલ એ ઉઠે છે કે શું ગંભીર બીસીસીઆઈની ઓફર માને છે કે નહીં તે તો સમય જ કહેશે.
ત્રણેય ફોર્મેટમાં હશે એક કોચ
BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે ટેસ્ટ, ODI અને T20 માટે અલગ-અલગ કોચની નિમણૂક કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં ત્રણેય ફોર્મેટ માટે એક જ કોચની શોધ કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના નવા કોચ 3.5 વર્ષ સુધી જવાબદારી નિભાવશે. બીસીસીઆઈએ મુખ્ય કોચ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે નક્કી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech