સોમનાથ-વેરાવળ વિસ્તારમાં પીજીવીસીએલ પ્રિપેઈડ સ્માર્ટ વિજ મીટર લગાડવાનો પ્રારંભ થઈ ચુકયો છે. ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જે.જે.કાચાએ જણાવ્યું હતું કે, વેરાવળ ડીવીઝન હસ્તક આવતા સોમનાથ-વેરાવળ, તાલાલા, સુત્રાપાડાના લાઈટીંગ ઘર અને દુકાનોના વિજ જોડાણોમાં આ મીટર બદલવામાં આવી રહ્યા છે અને સમગ્ર ડીવીઝનમાં પ્રથમ તબકકે એક લાખ પાંચ હજાર સ્માર્ટ મીટર લગાડાશે. હાલની તકે ખેતીવાડીમાં આવા મીટરો લગાડાશે નહીં. વેરાવળ બસ સ્ટેશન વિસ્તાર, સટ્ટાબજાર દુકાનો, જલારામનગર, ૮૦ ફુટ રોડ આમ ક્રમશ: કામ આગળ વધી રહ્યું છે. આ માટે ૧૦૦ જેટલા માણસો કામ કરી રહ્યા છે. જેમાં ફોર્મ ભરવા, ડીઝીટલની વિગત સમજાવવી, એપ્લીકેશન ડાઉનલોડ કરવી વગેરેની ટુકડી કાર્યરત છે. હાલ ૨૦૦૦ મીટરો આવેલ છે જેનો પુરવઠો જેમ જેમ વપરાશ થશે તેમ મળતો રહેશે. ગ્રાહકોએ પણ સારો પ્રતિસાદ આપેલ છે. ગ્રાહક પોતાની મોબાઈલ એપ્લીકેશનમાં વિજળીનો કેટલો વપરાશ થયો અને કેટલું રીચાર્જ હજુ બાકી છે તે દૈનિક ધોરણે જોઈ શકાશે. પ્રાથમીક માહિતી મુજબ એક દોઢ વર્ષમાં જ જુના મીટરની જગ્યાએ તમામ ઘર લાઈટ અને દુકાન લાઈટ તથા સરકારી કચેરીઓ અને વોટરવર્કસ જોડાણોમાં સ્માર્ટ મીટર લાગી જશે.
એડવાન્સ વીજ બિલ ભરે એને વીજળી મળે
પ્રિપેઈડ સ્માર્ટ મીટરનો આનો સીધો અર્થ એ છે કે, જેમ મોબાઈલમાં અગાઉથી પિયા ભરી બેલેન્સ નાખી પછી મોબાઈલ વાપરીએ છીએ તેવી આ પધ્ધતિ છે. તેમાં વિજ ઉપભોકતા નાણા ભરે તે મુજબ જ વિજળી મળે. સમયસર રીચાર્જથી વિજળી યથાવત રાખી શકાશે. આથી પીજીવીસીએલને ઘેર ઘેર મીટર રીડીંગ માટે જવું નહીં પડે. ગ્રાહકે મોબાઈલ એપ મારફત કે બ કચેરીએ જઈ રીચાર્જીંગ કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech