હિન્દુ સ્મશાનભૂમિના શાંતિ હોલ તથા ભઠ્ઠીમાં સમારકામની કામગીરી ધમધમી છે અને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી આ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.પોરબંદર માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેના ટ્રસ્ટી મંડળના અવિરત પ્રયાસોથી છેલ્લા ૨૮ વર્ષથી વિદ્યુત સ્મશાન ભઠ્ઠીની નિ:શુલ્ક સેવા આપવામાં આવી રહી છે. ગત વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમ્યાન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને પ્રોજેકટ ચેરમેન મુકેશભાઇ ઠક્કર તથા ટેકનીકલ સલાહકાર મનીષભાઇ દાસાણીના માર્ગદર્શન હેઠળ આ સ્મશાનગૃહની જર્જરિત ચીમની ફાઉન્ડેશન સહિત બદલાવવાની કામગીરી પ્રમુખ અનિલભાઇ કારીયાની સૂચના મુજબ ખૂબજ ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી. જેમાં અંદાજે ા. ૬.૫ લાખ જેટલો ખર્ચ થયેલો જે જમનભાઇ વિઠલાણી દ્વારા ા પાંચ લાખ જેવી માતબર રકમનું અનુદાન કરી આ ટ્રસ્ટને મદદપ બન્યા હતા.હાલમાં આ સ્મશાનગૃહના શાંતિ હોલમાં તથા ભઠ્ઠીના મેજર રિપેરીંગ કામો ચાલી રહયા છે. આ કામોમાં શાંતિ હોલની દીવાલોને અંદર-બહાર લાદીકામ, કમ્પાઉન્ડ વોલ, મેઇન ગેઇટ, બે નવા વિસામા બનાવવાનું કામ પૂર્ણ થવાના આરે છે. આ ઉપરાંત ભવિષ્યમાં જનરેટર, જનરેટર મ, ભઠ્ઠી મ તેમજ ઇલેકટ્રીક એચ.ટી. પેનલ મમાં મેજર રીપેરીંગ કામ કરાવવુ ખૂબજ આવશ્યક જણાઇ રહ્યુ છે. આ કામગીરી દાતાઓ તરફથી મળતી દાનના રકમનું ભંડોળ એકત્રીત થયે હાથ ધરવામાં આવનાર છે તેવી માહિતી પોરબંદર માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનીલભાઇ કારીયા દ્વારા યાદી આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૧માં વિદ્યુત સ્મશાન ભઠ્ઠી અને આ વિદ્યુત સ્મશાન ભઠ્ઠીના ખર્ચને પહોચી વળવા સ્થાપવામાં આવેલ બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટનું નવ સર્જન કરવુ અતિ આવશ્યક બનતા કે જેનો કુલ ખર્ચ અંદાજે ા. ૪૦ લાખ આવવાનો હોય, જેને પહોંચી વળવા આપણા વિસ્તારના માત્ર ત્રીસેક દાતા મહાનુભાવોને વિગતવાર માહિતી આપી દાન આપવા યાચના કરી જેના પરિણામ સ્વપ અંદાજે ા. ૨૮ લાખ જેવી રકમ ઉદાર હાથે આ દાતાઓ તરફથી મળી અને બાકીની રકમ સંસ્થાએ ઉમેરી રીપેરીંગ કામ પૂર્ણ કરેલું ત્યારે શહેરીજનો પણ સહયોગ આપે તેવી અપીલ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMકોઠારીયા રોડ પર પખવાડિયા પૂર્વે આતંક મચાવનાર શખસે ફરી હોટલમાં તોડફોડ કરી
December 24, 2024 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech