૧૯૬૧માં ગુજરાત રાજ્ય બન્યું તે પૂર્વે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં હતું અને સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભા જે બિલ્ડીંગમાં કાર્યરત હતી તે કોનોટ હોલ તરીકે ઓળખાતું જ્યુબિલી ગાર્ડનમાં આવેલું બિલ્ડીંગ અને તે બિલ્ડીંગમાં આવેલી રાજકોટ શહેરની સૌથી જુની લેન્ગ લાઇબ્રેરી કે જે હવે અરવિંદભાઇ મણિઆર લાઇબ્રેરી તરીકે ઓળખાય છે તે લાઇબ્રેરીના રિનોવેશન, સિવિલ વર્ક અને ઇન્ટિરિયર વર્ક માટે મહાપાલિકાએ પ્રસિધ્ધ કરેલા ત્રણ ત્રણ ટેન્ડરમાં નિષ્ફળતા મળતા હવે ચાલું નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ પૂર્ણ થવામાં છે ત્યારે ચોથી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.ઇજનેરી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં જવાહર રોડ ઉપર આવેલ ઉપરોક્ત લાઇબ્રેરીનું બિલ્ડીંગ ખૂબ જૂનું હોય તેમાં રીનોવેશનની કામગીરી ખુબ જ ધ્યાનપૂર્વક કરવી પડે તેમ હોય તેમજ રિનોવેશન ઉપરાંત અન્ય સિવિલ વર્ક અને ઇન્ટિરિયર વર્ક પણ કરવાનું રહેતું હોય આ કામના ફેઝ-૩ માટે અગાઉ ત્રણ વખત ટેન્ડર પ્રસિધ્ધ કરાયું પરંતુ હતું પરંતુ તેમાં સફળતા નહીં મળતા રૂ.૨૧,૧૮,૫૦૦ની એસ્ટીમેટ પ્રાઇસ સાથે તાજેતરમાં ચોથી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે અને તે ટેન્ડર ભરવાની અંતિમ તા.૫-૪-૨૦૨૫ છે.
અરવિંદભાઇ મણિઆર લાઇબ્રેરીનું સંચાલન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકાર તેમજ મહાપાલિકા દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી રહી છે, દરેક ટર્મમાં આ લાઇબ્રેરીના બોર્ડમાં મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે કોઇ એક કોર્પોરેટરની નિયુક્તિ કરવામાં આવે છે. સંપૂર્ણ સંચાલકીય કામગીરી ટ્રસ્ટ દ્વારા સુપેરે કરવામાં આવી રહી છે પરંતુ રિનોવેશન, સિવિલ વર્ક કે ઇન્ટિરિયર જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝના કામ માટે જરૂરિયાત ઉપસ્થિત થયે મહાપાલિકાની મદદ લેવામાં આવે છે. અલબત્ત ઉપરોક્ત કામ માટે પણ મોટાભાગની ગ્રાન્ટ તો રાજ્ય સરકાર તરફથી જ અપાઇ છે, મહાપાલિકા તંત્રએ તો ટેન્ડર પ્રસિધ્ધ કરીને કામગીરી કરાવવાની છે પરંતુ ઇચ્છાધારી ઇજનેરો તેમાં પણ નિષ્ફળ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક નવી આધુનિક લાઇબ્રેરીઓનું નિર્માણ કરાયા બાદ ઐતિહાસિક ઇમારતમાં કાર્યરત શહેરની સૌથી જુની એવી ઉપરોક્ત લાઇબ્રેરી ઉપેક્ષિત બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech