ક્રિકેટર સલીમ દુરાની યાદો મુકતા ગયા: એમ.કે.બ્લોચ

  • April 06, 2023 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વતની અને વિશ્ર્વના શ્રેષ્ઠ ક્રિકેટર સલીમ દુરાનીના નિધન બાદ શ્રઘ્ધાંજલી આપતા પૂર્વ કાનુન મંત્રી એમ.કે.બ્લોચે જણાવ્યું હતું કે, સલીમ દુરાની વિદાય સાથે યાદો પણ મુકતા ગયા છે, તે વિશ્ર્વના લોકપ્રિય અને ચમકતા વ્યકિતત્વ ધરાવનાર ક્રિકેટર હતાં, તેમના પિતા અજીતસર દુરાની નવાનગર રાજયની ટીમના ક્રિકેટર હતાં અને આ ટીમ રણજી ટ્રોફીમાં પણ એક સમયે ચેમ્પીયન બની હતી.
તેમણે જણાવ્યું હતું કે, સલીમ દુરાની જામનગરની અનુપમ ટોકીઝની સામેની ગલી ધણ શેરીની ખાડમાં રહેતા હતાં, આ ગરીબ વિસ્તારમાં તેમણે ક્રિકેટની તાલીમ લીધી હતી, નાની ઉંમરે રણજી ટ્રોફી મેચમાં પસંદ થયા બાદ પહેલા જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. સલીમ દુરાની ઉદાર અને સ્વમાની હતી, તેમના ચાહકો રાજય બહાર પણ હતાં, ગાવસ્કર અને કપીલ દેવ જેવા ખેલાડીઓ સાથે તેમની નજીકની ઓળખાણ હતી અને તેઓ ઉત્તમ જીવન જીવ્યા હતાં તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application