પાંચ લાખના સોનાના દાગીના અને અઢી લાખની રોકડ કબ્જે: બે નામીચા શખ્સની પુછપરછમાં ભેદ ખુલ્યા
જામનગર શહેરમાં બનતા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના મુજબ પોલીસે તપાસ હાથ ધરીને બે નામચીન આરોપી ને ઝડપી લીધા હતા. અને બંને પાસે થી રૂ. સાડા સાત લાખ ની કિંમત નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.
જામનગર સીટી-એ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ સ્ટાફના રવિ શમર્,િ યોગેન્દ્રસિંહ સોઢા તથા વિજય કાનાણીને બાતમી મળી હતી કે છ એક મહીના પહેલાની જામનગરમા ઘરફોડ ચોરીનો બનાવનો આરોપી એજાજ ઉર્ફે એજલો ચાલબાજ શેખ તથા તોહીતખાન ઉર્ફે પપ્પુ ફીરોજખાન શેખ હાલ મોરકંડા રોડ સનસીટી-1 સોસાયટીના ગેઇટ પાસે કોઇ ગુન્હાને અંજામ આપવા ઉભા છે.
જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડી બંનેને ઝડપી લીધા હતા. બંને આરોપીઓની પુછપરછમાં પોતે બન્નેએ થોડા દિવસ પહેલા જ ચોરી નાં એક બનાવ ને અંજામ આપ્યો હોવા ની કબુલાત અપી હતી.
બન્ને આરોપીઓ પાસે થી કુલ રોકડા રૂ. 2,47,000 તથા સોનાના બે ચેન તથા સોના નો ઢાળીયો મળી કુલ કિ.રૂ. 5,03,600 ના સોનાના દાગીના તથા મો.ફોન નંગ-6 કિ.19,200 તથા ચાવીનો જુડો મળી કુલ 7,69,800 ની કિંમત નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો છે.આમ ચોરી નાં બે ગુના નો ભેદ ઉકેલાયો છે.
પોલિસે પકડેલા બે આરોપીઓ પૈકી નો આરોપી એજાજ ઉર્ફે એજલો કાદરભાઇ શેખ કે જેના વિરૂધ્ધ 20 ગુનાઓ દાખલ થયેલ છે. જેણે જામનગર શહેર રાજકોટ અને અમદાવાદમાં 20 જેટલી ઘર-ફોડ ચોરી કરી હોવાની કબુલાત આપી છે. જ્યારે બીજા આરોપી તોહિતખાન સામે પણ જામનગર શહેરમાં ચોરી અંગેના બે ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓને અટક કરી રીમાન્ડ મેળવી આગળની તપાસ ચલાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech