દિલ્હી, રાજસ્થાન, હરિયાણામાં ગરમી કહેર વર્તાવી રહી છે તો કેરળમાં પુર તબાહી મચાવી રહ્યું છે, બીજી તરફ ઉત્તર–પૂર્વીય રાયોમાં રેમલ ચક્રવાત પંથકને ધમરોળી રહ્યો છે અને અત્યાર સુધીમાં ૩૩ લોકોના જીવ ગયા છે. હજુ પણ અનેક લોકો લાપતા છે, જેમની શોધખોળ ચલાવાઈ રહી છે. ઉત્તર–પૂર્વમાં રેમલા ચક્રવાતને કારણે મેલ્થમમાં એક પથ્થરની ખાણ ધરાશાયી થઈ છે અને આ અકસ્માતમાં ૧૪ લોકોના મોત થયા છે.
રેમલ ચક્રવાત ઉત્તર–પૂર્વમાં તબાહી મચાવી રહ્યું છે.તોફાનના કારણે પૂર્વેાત્તરમાં લગભગ ૩૩ લોકોના મોત થયા છે, એકલા મિઝોરમમાં ૨૮ લોકોએ જીવ ગુમાવ્યા છે, યારે લગભગ ૧૦ લોકો લાપતા છે. મેલ્થમમાં પથ્થરની ખાણ ધસી પડતા ૧૪ના મોત. આસામમાં રેમલ વાવાઝોડાને કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે.મિઝોરમ સરકારે માલ વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૪ લાખ પિયાના વળતરની જાહેરાત કરી છે આ ઉપરાંત આજે શાળાઓ બધં રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તોફાનના કારણે અણાચલ પ્રદેશ અને આસામમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. તે જ સમયે, ઇમ્ફાલમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રામલ વાવાઝોડાને કારણે આસામ અને ત્રિપુરામાં વીજળી બધં છે અને ઈન્ટરનેટ પણ ડાઉન છે.
આસામમાં વાવાઝોડા રામલના પ્રકોપને કારણે મંગળવારે ભારે પવન અને ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું, જેના કારણે ચાર લોકોના મોત થયા હતા અને ૧૮ લોકો ઘાયલ થયા હતા. કામપ જિલ્લાના સાતગાંવ વિસ્તારમાં નવયોતિ નગરમાં એક ઘર પર ઝાડ પડતાં ૧૯ વર્ષીય મિન્ટુ તાલુકદારનું મૃત્યુ થયું હતું અને તેના પિતા પણ ઘાયલ થયા હતા.કામપ જિલ્લામાં, ૬૦ વર્ષીય મહિલા પર એક ઝાડ પડુ,ં જેને ઇજાગ્રસ્ત હાલતમાં ગુવાહાટી મેડિકલ કોલેજ કમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી યાં તેણીનું મૃત્યુ થયું હતું. મહિલાની ઓળખ લાવણ્યા કુમારી તરીકે થઈ હતી
મિઝોરમમાં ભૂસ્ખલનના કારણે ૨૭ લોકોના મોત
મિઝોરમના આઈઝોલ જિલ્લામાં ચક્રવાત રામલને કારણે સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે એક પથ્થરની ખાણ પડી ગઈ છે. જેમાં ઓછામાં ઓછા ૨૭ લોકોના મોત થયા છે. યારે અનેક લોકોના ગુમ થવાના સમાચાર પણ સામે આવ્યા છે. દુર્ઘટના વિશે માહિતી આપતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે. ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે ઘણી ઇમારતો, મકાનો, રસ્તાઓ અને પુલ ધોવાઇ ગયા છે. જિલ્લાઓ વચ્ચે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએસ.ટી. તંત્રનું રાવલના ગ્રામ્ય પંથકો માટે ઓરમાયું વર્તન
January 23, 2025 11:28 AMરાજકોટના સોખડામાં પરિણીતા પર એસિડ એટેક
January 23, 2025 11:24 AM૩ લાખ મેટિ્રક ટન મગફળી ખરીદીના ટાર્ગેટ સામે બે મહિનામાં ૨.૭૦ લાખ મેટિ્રક ટનની ખરીદી
January 23, 2025 11:21 AMકાળ બોલાવતો હોય તેમ મિત્રે ના કહી છતા આસિફ પ્રેમિકાને મળવા આવ્યો ને મોત મળ્યું
January 23, 2025 11:20 AMકોલ્ડ પ્લે કોન્સર્ટની સુરક્ષામાં ૩૮૦૦ પોલીસ તૈનાત
January 23, 2025 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech