ખંભાળિયાના ધરમપુર સ્થિત મંદિરે મંગળવારે ધાર્મિક કાર્યક્રમો

  • November 29, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા નજીક આવેલા ધરમપુર વિસ્તારમાં વર્ષો જૂના પ્રાચીન એવા શ્રી આવળ માતાજીના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી મંગળવાર તા . 3 ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજી આઇ બેલી આવળ માતાજીના આ મંદિરમાં મંગળવારે સવારે હવન-હોમ, મહાપ્રસાદ દાંડીયારાસ તેમજ રાત્રે ભજન-સંતવાણી અને ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો સંતવાણી અને ભજન ધૂનની રમઝટ બોલાવશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application