ધર્મનગરી જુનાગઢ છેલ્લા બે થી અઢી સાહથી વિવાદિત નગરી થઈ રહી છે સંતો મહંતો સામ સામે આક્ષેપો કરી રહ્યા છે. અંબાજી મંદિરના મહતં મોટા પીરબાવા બ્રહ્મલીન થયા બાદ સંતો વચ્ચે ઘમાસણ થઈ રહી છે. જે સંદર્ભે આવતીકાલે ભૂતનાથ મહાદેવ મંદિર સભા મંડપ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભૂતનાથ મંદિરના મહતં મહેશ ગીરીબાપુ કે જેઓએ અગાઉ ભવનાથ મંદિરના મહંતને મહતં પદેથી દૂર કરવા માંગ કરી હતી તેવું અંબાજી મંદિર અને ભવનાથ મંદિર મુદ્દે વધુ નવો ઘટસ્ફોટ કરશે. વધુ મુદ્દાઓ અંગે ભાંડાફોડ કરશે જેથી આવતીકાલની ધર્મસભા અંગે સંતો, મહંતો, શહેરીજનોમા કુતુહત્પલ છવાઈ છે. જુનાગઢમાં ગૌશાળાના લાભાર્થે ભુતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડમાં ભાગવત સાહનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે કથાની પૂર્ણાહત્પતિ થશે. આવતીકાલે અંતિમ દિવસે તથા પૂર્ણાહત્પતિ બાદ સવારે ૧૦:૩૦ વાગ્યે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ સાથે સાધુ સંતોના આશીર્વાદ સાંભળવા મળશે અને સંતો દ્રારા ધર્મ સભામાં પોતાનું વ્યાખ્યાન અને વકતવ્ય આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech