ખંભાળિયાના બંગલા વાડીમાં પેવર બ્લોકનું કામ શરૂ થતા સ્થાનિકોને રાહત

  • October 09, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના મહત્વના એવા બંગલા વાડી વિસ્તારમાં ઘણા સમયથી રસ્તાના કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાન હતા. અહીંના શક્તિનગર વિસ્તારના આ ભાગમાં ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા સદસ્યો વિગેરેની જહેમતથી મંજુર થયેલા પેવર બ્લોકનું કામ શરૂ થતા આ વિસ્તારના રહીશોમાં રાહત સાથે આનંદની લાગણી જોવા મળી હતી.


જે બદલ આ વિસ્તારના લોકોએ સરપંચ પુનમબેન મયુરભાઈ નકુમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારમાં પ્રથમ વખત આ કામ શરૂ થતા શ્રીફળ વધેરીને એકબીજાના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application