રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા એમ. અંબાણી ‘સ્પોટર્સ લીડર ઓફ ધ યર-ફીમેલ’ એવોર્ડથી સન્માનિત

  • December 06, 2023 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી દિલ્હીમાં યોજાયેલા ‘સ્કોરકાર્ડ-૨૦૨૩ સમારોહ’ દરમ્યાન કરાયું સન્માન

ભારતના સ્પોર્ટ્સ ક્ષેત્રને નવી દિશા આપવામાં અદભુત નેતૃત્ત્વ દાખવવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન, નીતા એમ. અંબાણીનું સોમવાર સાંજે નવી દિલ્હીમાં યોજાયેલા ‘સ્કોરકાર્ડ-૨૦૨૩ સમારોહ’ માં ‘સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર-ફીમેલ’ એવોર્ડથી સન્માન કરાયું હતું. આ ઉપરાંત સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠતાના નવા માપદંડ સ્થાપિત કરવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનને પણ બેસ્ટ કોર્પોરેટ પ્રમોટિંગ સ્પોર્ટ્સ ઈન ઈન્ડિયા એવોર્ડ એનાયત કરાયો હતો.
આ સંદર્ભમાં, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ‘સ્પોર્ટ્સ બિઝનેસ એવોર્ડ્સ અંતર્ગત સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર- ફીમેલ અને બેસ્ટ કોર્પોરેટ પ્રમોટિંગ સ્પોર્ટ્સ ઈન ઈન્ડિયા’ ના એવોર્ડ્સ સ્વીકારતા હું કૃતજ્ઞતા અને ગર્વની લાગણી અનુભવું છું, મારું દૃઢતાપૂર્વક માનવું છે કે, સ્પોર્ટ્સ એકતા, ઊર્જા અને સમાનતાની લાગણીનો સંચાર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ૨૦૨૩ એ ખરેખર સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ભારત માટે સર્વોત્તમતાનું વર્ષ રહ્યું છે.
આપણા રમતવીરોએ વૈશ્વિક સ્તરે સંખ્યાબંધ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં વિજય દ્વારા દેશને ગૌરવ અપાવ્યું છે, અને આપણે મુંબઈમાં ૧૪૧ મી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી  સેશન આયોજિત કરીને ૪૦ વર્ષના ગાળા બાદ ઓલિમ્પિક મૂવમેન્ટને ભારતમાં પરત લાવ્યા છીએ. રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે, અમે ભારતના યુવા વર્ગ માટે વિશ્વ-સ્તરીય તકો અને સમર્થન પૂરા પાડીને ભારતને વૈશ્વિક સ્તરે સ્પોર્ટિંગ પાવર હાઉસ બનાવવા કટિબદ્ધ છીએ, તેમ નીતા અંબાણીએ અંતમાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application