હુન ઈન્ડિયા ૫૦૦ યાદી જાહેર થતાં જ અમીરોની સંપત્તિ પર ચર્ચા શ થઈ ગઈ છે. આ યાદી મુજબ, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી ધનિક કંપની છે. એ પછી ટાટાની ટીસીએસનો વારો આવે છે. એ પછી એચડીએફસી, ભારતી એરટેલ અને આઈસીઆઈસીઆઈનો સમાવેશ થાય છે. ભારતની ખાનગી કંપનીઓના સામ્રાયનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભારતની ટોચની ૫૦૦ કંપનીઓની કુલ મૂડી ભારતના જીડીપી કરતા વધુ છે. તેમજ આ ટોચની ૧૦ કંપનીઓની કુલ મૂડી સાઉદી અરેબિયાના જીડીપી કરતા પણ વધુ છે. ભારતની ટોચની ૫૦૦ ખાનગી કંપનીઓનું કુલ મૂલ્ય ૩.૮ ટિ્રલિયન ડોલર અથવા લગભગ ૩૨૪ લાખ કરોડ પિયા સુધી પહોંચી ગયું છે, જે દેશના કુલ જીડીપી ૩.૫ ટિ્રલિયન ડોલર કરતા વધુ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) સતત ચોથા વર્ષે યાદીમાં ટોચ પર છે, યારે ભારતી એરટેલ અને એનએસઈ એ પ્રથમ વખત ટોચની ૧૦ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. હત્પન ઈન્ડિયા ૫૦૦ યાદીમાં દેશની સૌથી મૂલ્યવાન ૫૦૦ ખાનગી કંપનીઓનો સમાવેશ થાય છે. સરકારી કંપનીઓ અને વિદેશી અથવા ભારતીય કંપનીઓની પેટાકંપનીઓને આ યાદીમાંથી બાકાત રાખવામાં આવી છે. આ અહેવાલ મુજબ, આ ૫૦૦ કંપનીઓ દેશની આર્થિક કરોડરુ છે અને લગભગ ૮૪ લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.
હત્પન ઇન્ડિયા રિપોર્ટમાં મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સૌથી ઝડપથી વિકસતી કંપની રહી, જેના મૂલ્યમાં ૨૯૭ ટકાનો વધારો થયો હતો. લોજિસ્ટિકસ સ્ટાર્ટઅપ ઝેપ્ટોએ ૨૬૯ ટકા, એનએસઈ એ ૨૦૧ ટકા અને ફિઝિકસવાલાએ ૧૭૨ ટકા વૃદ્ધિ હાંસલ કરી છે. આ બધી કંપનીઓનો સમાવેશ આ યાદીમાં સૌથી વધુ મૂલ્ય વૃદ્ધિ નોંધાવતી કંપનીઓમાં થાય છે. આ વર્ષની યાદીમાં ૮૨ નવી કંપનીઓએ સ્થાન મેળવ્યું છે, જે ગયા વર્ષ કરતાં ૨૧ વધુ છે. હત્પન ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય સ્ટાર્ટઅપ્સનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે અને રોકાણકારોનો તેમનામાં વિશ્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જોગવડમાં ખૂંટિયા અડફેટ ઇજાગ્રસ્ત વ્યકિતને બ્રેન હેમરજ, અંગદાન કરવામાં આવ્યું
March 29, 2025 12:53 PMનયારા એનર્જીએ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે દીપેશ બક્ષીની નિમણૂંક
March 29, 2025 12:38 PMએસટી બસ મુસાફરીમાં ભાડામાં ૧૦ ટકાનો વધારો
March 29, 2025 12:30 PMરાજકોટ : નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો બનાવવા આવશ્યક
March 29, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech