નડિયાદમાં ફુવા-ભત્રીજીના સંબંધને લજવાતો કિસ્સો બહાર આવ્યો છે. શહેરમાં એક વિસ્તારમાં રહેતી સગીરાને તેના પિતા સમાન સગા ફુવાએ જ હવસનો શિકાર બનાવી છે. ફુવાએ ભત્રીજી પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો અને તેને રાજકોટ લાવી શરીર સંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
આ મામલે સગીરાનાં પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરતા સમગ્ર કૃત્ય ફુવાએ જ કર્યું હોવાનું જણાવ્યું હતું. જે જાણી સગીરાના માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. હાલ આ સમગ્ર મામલે પરિવારજનોએ ગત મોડી રાત્રે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરાવી છે. બીજી બાજુ પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ કૃત્ય આચરનાર શખ્સ પોતે પાંચ સંતાનોના પિતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
સગીરાને ગર્ભ રહી ગયો હોવાથી મેડિકલ ટેસ્ટ કરાયો
આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પીડિતાનો પરિવાર શ્રમિક પરિવાર છે, રોજેરોજ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. મજૂરી દરમિયાન સગીરાને રાજકોટ ખાતે તેના ફુવાએ દુષ્કર્મ આચર્યું છે. જોકે, સગીરાને ગર્ભ રહી ગયો હોવાથી મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ આ સમગ્ર ઘટના રાજકોટમાં બની હોવાથી આ ફરિયાદ ઝીરો નંબરથી રાજકોટ પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.
અમરેલીમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના
આવી જ એક બીજી ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બની છે. સાવરકુંડલામાં શિક્ષણ જગતમાં હચમચાવી નાખતી ઘટના બની છે. સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ મુજબ વંડા વિસ્તારમાં એક ખાનગી શાળા અને હોસ્ટેલ આવેલી છે. અહીં વિશાલ સાવલિયા નામનો શિક્ષક ગૃહપતિ તરીકે કામ કરે છે અને રમતગમત તેમજ જનરલ વિભાગ સંભાળતો હતો અને હોસ્ટેલની સામેના રૂમમાં જ રહે છે.
વિદ્યાર્થીને રૂમમાં બોલાવી શિક્ષકે હવસ સંતોષી
આ શિક્ષકે ત્યા હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવ્યો હતો. જે બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ઘટના 5 તારીખે બની હતી. જોકે, ત્યારબાદ વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો થયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીનો પરિવાર હોસ્ટેલમાં નાસ્તો દેવા આવ્યો ત્યારે વિદ્યાર્થીને તાવ આવતો હોવાથી પરિવાર તેને ઘરે લઈ જતા હતા. આ સમયે વિદ્યાર્થીએ તેના પરિવારને જણાવ્યું કે, મારા સાહેબ મારી સાથે ગંદું કામ કરી રહ્યા છે. જે સાંભળી પરિવારના સભ્યો વંડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને ઘટનાની ગંભીરતા સમજી વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. શિક્ષક વિશાલ સાવલિયા ગોંડલ વિસ્તારનો હોવાથી પોલીસે તેને રાઉન્ડઅપ કર્યો છે અને હાલ પૂછપરછ ચાલી રહી છે. ધરપકડ કરવા માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech