હાલ રાજકોટમાં રહેતા મૂળ જસદણના વતની નિવૃત્ત ઇજનરેના સંયુકત માલિકીના જસદણમાં આવેલા પ્લોટ પર સગા ભાણેજે કબજો કરી લીધો હતો. એટલું જ નહીં ભાણેજે અહીં ઓરડી બનાવી તે ભાડે પણ આપી દીધી હતી. જે પ્લોટ ખાલી કરવાનું કહેતા ભાણેજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી આ મામલે મામાએ સગા ભાણેજ સામે જસદણ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, હાલ રાજકોટમાં નાના મવા રોડ પર શાક્રીનગર અજમેરામાં રહેતા મૂળ જસદણના આંબેડકરનગરના વતની દેવજીભાઈ હીરાભાઈ પરમાર(ઉ.વ ૬૮) દ્રારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના સગા ભાણેજ રમેશ કરશનભાઈ ચૌહાણ (રહે. બેહરામપુર, ગૌતમનગર ચાર રસ્તા, અમદાવાદ)નું નામ આપ્યું છે. દેવજીભાઈ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અગાઉ બીસીએનલમાં સબ ડિવિઝનલ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા અને હાલ નિવૃત જીવન પસાર કરે છે. તેમના તથા તેમના ભાઈ લાખાભાઈ, જયંતીભાઈ અને મગનભાઈના સંયુકત નામની જસદણ ગામના રેવન્યુ સર્વે નંબર ૧૧૯૪ માં ખેતીની જમીન આવેલી છે જેનું સંચાલન ફરિયાદી કરે છે.
આ જમીન ઓછી હોવાથી ખેતી થઈ શકતી ન હોય જમીનમાં પ્લોટિંગ પાડું હતું અને કુલ ૨૦ પાડેલા હતા. જેમાં પ્લોટ નંબર ૧૪ ફરિયાદીએ તેમના બહેન ડાહીબેન કરસનભાઈ ચૌહાણને રહેવા માટે આપ્યો હતો. ત્યારબાદ ભાણેજ રમેશ ચૌહાણ પણ ત્યાં રહેવા આવ્યો હતો. વર્ષ ૨૦૧૯ ના શઆતમાં ફરિયાદીને તેના ભાઈ લાખાભાઈ, જયંતીભાઈ જે બંને જસદણમાં રહેતા હોય તેણે કહ્યું હતું કે, આપણા ભાણેજ રમેશ ચૌહાણએ પ્લોટ નંબર ૧૫ માં કબજો કરી લીધો છે. જેથી ફરિયાદી જસદણ ગયા હતા અને ભાણેજને પ્લોટ ખાલી કરવાનું કહેતા ભાણેજ રમેશે ફરિયાદી તથા તેમના ભાઈઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અવારનવાર પ્લોટ ખાલી કરવાનું કહેતા તે પ્લોટ ખાલી કરતો ન હતો અને પ્લોટ નંબર ૧૫ કે જે ખુલ્લો હોય તેમાં બાંધકામ કરી બે ઓરડી બનાવી અન્ય લોકોને ભાડે આપી દીધી હતી.
આમ રમેશ ચૌહાણ ફરિયાદીની સંયુકત માલિકીની ખેતીની જમીનમાં દબાણ કરી તેમાં બાંધકામ કરી ઓરડીઓ બનાવી તેનું ભાડું વસૂલતો હોય આ પ્લોટની હાલની સરકારી જંત્રી મુજબ . ૪.૧૭ લાખ કિંમત હોય તે ગેરકાયદે કબજો કરી પચાવી પાડતા આ અંગે ફરિયાદીએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબધં કાયદા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવાની વધુ તપાસ પીઆઈ ટી.બી. જાની ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech