આનંદો! રાજકોટનો ન્યારી-૨ ઓવરફ્લો જામકંડોરણાનો સોડવદર ડેમ છલકાયો

  • July 24, 2024 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી મેઘસવારી વરસતા પાક પાણીનું ચિત્ર પલટાઇ ગયું છે, સાર્વત્રિક મેઘમહેરી લીલાલહેર ઇ ગયા છે. જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો ઇ ચુક્યા છે. રાજકોટ, મોરબી, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પર્યાપ્ત વરસાદ ન હોય અનેક ડેમ ઓવરફ્લો વાના બાકી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ સિંચાઇ વિભાગ હેઠળના કુલ ૮૨માંી ૨૧ ડેમ ઓવરફ્લો યા છે જેમાં જામકંડોરણા તાલુકાનો સોડવદર ડેમ મોસમમાં પહેલી વખત ઓવરફ્લો યો છે, અહીં ડેમસાઇટ ઉપર પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલો ન્યારી-૨ ડેમ છલકાતા દરવાજા ખોલાયા છે. વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના સૂત્રોએ જણાવ્યું હતું કે જામ કંડોરના તાલુકામાં આવેલો કુલ ૨૩.૧૦ ફૂટની ઉંડાઇનો સોડવદર ડેમ ચાલુ ચોમાસે પહેલી વખત ઓવરફ્લો યો છે, અહીં ડેમ સાઇટ ઉપર પણ ૧૨૦ મીમી મતલબ કે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

સોડવદર ડેમ ઓવરફ્લો તાં હેઠવાસમાં આવેલા ધોરાજી તાલુકાના ઝાંઝમેર અને સુપેડી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા જણાવાયું છે. રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલો કુલ ૨૦.૭૦ ફૂટની ઉંડાઇના ન્યારી-૨ ડેમમાં વધુ અડધો ફૂટ પાણી આવતા આજે સવારે ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો હતો, દરમિયાન એક દરવાજો ૦.૦૭૫ મીટર ખોલવામાં આવતા નદીના પટમાં આવેલા પડધરી તાલુકાના ગોવિંદપર, રામપર, તરઘડી, વણપરી અને ખામટા સહિતના ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્ળે ખસી જવા અને નદીના પટમાં તા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા જણાવ્યું છે. ન્યારી-૨ ડેમ પણ ચાલુ ચોમાસે પહેલી વખત છલકાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News