રાજકોટ મહાપાલિકાની મોટાભાગની કામગીરી ઓનલાઈન શ થઈ ચુકી છે. અરજદારોને મહાપાલિકા કચેરીએ ધક્કા ન થાય અને ઘર બેઠા પોર્ટલ ઉપર કામ થઈ શકે તેવી વ્યવસ્થા શ કરવામાં આવી છે. પરંતુ અમુક વિભાગોમાં આજે પણ સરકાર ઉપર આધાર રાખવો પડે છે. જેના કારણે અરજદારોની સમસ્યા હજુ પણ યથાવત રહી છે. આજેે રાય સરકારનું જન્મ–મરણ વિભાગનું ઇ–ઓળખ પોર્ટલ ખરાબ થતાં સર્વર ડાઉન હોવાથી મનપાના જન્મ મરણ વિભાગની તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ હતી. જેના કારણે સવારથી લાઈનમાં ઉભેલા અરજદારો અકળાઈ ઉઠા હતા અને આ મુદ્દે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતા તેમને સમગ્ર ગુજરાતમાં આ સમસ્યા ઉભી થઈ છે તેમ જણાવ્યુ હતું.
મનપાના જન્મ મરણ વિભાગમાં થોડા સમય પહેલા જન્મના દાખલામાં પ્રથમ નામ પુ લખવા મુદ્દે માથાકુટ થઈ હતી. આધારકાર્ડ વિભાગ દ્રારા પુરા નામનો દાખલો વેલીડ ગણવાની પ્રથા ચાલુ કરતા અરજદારોએ આ મુદ્દે જન્મ–મરણ વિભાગમાં રજૂઆત કરી હતી. પરંતુ સરકારી પોર્ટલમાં આ પ્રકારની સુવિધા ચાલુ થયેલ ન હોય મનપાએ પોતાનું પોર્ટલ ચાલુ કરી અરજદારોની સમસ્યા હલ કરી હતી. ત્યાર બાદ સરકાર દ્રારા પોર્ટલ ઉપર આ કામગીરી શ કરવામાં આવી છે. પરંતુ લોડ વધવાના કારણે અથવા અન્ય કારણોસર સર્વર ડાઉન થવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. તેવી જ રીતે સરકારી પોર્ટલમાં પણ અવાર નવાર ખામીઓ સર્જાવાના કારણે ગુજરાતભરના જન્મ–મરણ વિભાગમાં કામગીરી ઠપ થઈ જવાની ઘટના પણ અવાર નવાર બનવા લાગી છે. સરકાર કરોડો પિયાના ખર્ચે પોર્ટલ બનાવે છે. તેમજ ખામીઓ કેમ આવે છે. તેવું લોકો ચર્ચી રહ્યા છે. કારણ કે, પ્રાઈવેટ કંપનીઓના પોર્ટલમાં કયારે પણ ખામી સર્જાતી નથી. આથી પોર્ટલ બનાવનાર કંપનીઓ ઉપર પણ શંકા ઉપજી રહી હોય તેમ સરકારી પોર્ટલો જ અવાર નવાર ખરાબ થઈ રહ્યાની ઘટનાઓ આજે પણ ચાલુ રહેવા પામી છે. જેના કારણે અરજદારો પરેશાન થઇ રહ્યા છે.
મહાપાલિકાના જન્મ–મરણ વિભાગની કામગીરી કેન્દ્ર ખુલતાની સાથો સાથ ખોરવાઈ ગઈ હતી. આ મુદ્દે જન્મ–મરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પુછવામાં આવતા તેઓએ જણાવેલ કે, મહાનગરપાલિકાએ તૈયાર કરેલ પોર્ટલ ચાલુ છે પરંતુ સરકારના નિયમ મુજબ સરકારના જ પોર્ટલ ઉપર કામગીરી અને જન્મની નોંધણી અપલોડ થતી હોય છે. ત્યારે આજે સવારથી સરકારી પોર્ટલમાં ખામીઓ સર્જાતા ગુજરાતભરના તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સહિતના જન્મ–મરણ વિભાગ કેન્દ્ર ઉપર સર્વર ડાઉન થઈ ગયા છે. અને કોઈ જાતની કામગીરી થઈ શકતી નથી. આથી પોર્ટલની ખામી દૂર થયા બાદ ફરી જન્મ–મરણ વિભાગ ધમધમતો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાની સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન કચેરી ખાતેથી જન્મ–મરણના દાખલાઓ નિકળી શકે છે. અજદારોની સરળતા માટે કોપર્ોેશને ઝોનવાઈઝ દાખલા કાઢવાનીકામગીરી શ કરાવી છે. જેમાં જે ઝોનમાં જન્મ અથવા મરણ થયું હોય ત્યારે તેનો દાખલો તે ઝોનલ ઓફિસેેથી જ નિકળી શકે છે. પરંતુ સર્વર ડાઉન થવાની ઘટનામાં એક ઝોનલ ઓફિસનું કામ બધં થઈ જાય છે. ત્યારે સરકારનું પોર્ટલ ખરાબ થાય ત્યારે ત્રણેય ઝોનલ ઓફિસે કામગીરી બધં થઈ ગયેલ હોય આજે રાજકોટભરના અરજદારો ત્રણેય ઝોનલ કચેરી ખાતે લાઈનમાં બેસી પોર્ટલ ચાલુ થવાની રાહ જોઇ અકળાઈ ઉઠા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોન નહીં ભરનારાને છ માસમાં જ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરો
December 23, 2024 10:56 AMઆતંકને આશરો આપનારાનો નાશ કરાશે: મોદી
December 23, 2024 10:55 AMજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech