ભારતમાં ૧.૧૭ લાખ કરતા વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણી

  • December 23, 2024 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં ૧.૧૭ લાખ કરતા વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણી કરવામાં આવી છે તેમ ભારત ગૌરવ પુરસ્કાર સમારંભમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ દેશભરમાંથી પસંદગી પામેલી પ્રતિભાઓનુ સમાજ તથા માનવતા માટેની તેમની સેવા બદલ સમ્માન કરતી વેળાએ ઉદબોધનમાં જણાવ્યુ હતુ.
ભારત ગૌરવ પુરસ્કાર સમારંભમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી  નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ દેશભરમાંથી પસંદગી પામેલી પ્રતિભાઓનુ સમાજ તથા માનવતા માટે તેમની સેવા બદલ સમ્માન કર્યું હતું . આ કાર્યક્રમનું આયોજન ભારત ગૌરવ એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યુ હતું કે જે ૨૦૧૭થી સમાજને નવી દિશા આપતી ઉત્કૃષ્ટ પ્રતિભાઓને ઓળખ તથા પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહ્યુ છે.  તેમણે સમારંભને સંબોધતા જણાવ્યું હતું, આ ખૂબ જ ગૌરવની વાત છે કે ફાઉન્ડેશનના માધ્યમથી દેશભરની તેવી હસ્તીઓનુ સન્માન કરવામાં આવી રહ્યુ છે કે જેમણે સમાજના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આવા પ્રયત્નો રાષ્ટ્ર નિર્માણમાં પ્રેરણા આપે છે તથા યુવાઓને આગળ વધવાનો રાહ ચીંધે છે. તેમણે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની પ્રગતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વનું પાંચમુ સૌથી મોટું અર્થતંત્ર છે અને ટુંક સમયમાં જ ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ અગ્રેસર છે.  બાંભણિયાએ યુવાઓ માટે ચલાવાઈ રહેલી યોજનાઓ પર ભાર આપતા જણાવ્યું હતુ. જેમાં પીએમ કૌશલ વિકાસ યોજના હેઠળ લાખો યુવાઓને તાલીમબદ્ધ કરાયાં છે.ગ્રામ્ય વિસ્તારોમાં યુવાઓને ઇન્ટર્નશિપ તેમજ કૌશલ વિકાસની નવી તકો પૂરી પાડવામાં આવી રહી છે.સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા ભારતમાં ૧.૧૭ લાખ કરતા વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણી કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ તેમજ કૌશલ વિકાસ માટે વિશેષ યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી  પુષ્કર સિંહ ધામી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી  દુષ્યંતકુમાર ગૌતમ, રાજ્યસભા સાંસદ  મહેન્દ્ર ભટ્ટ તથા અન્ય અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ પોતાની ઉપસ્થિતિ વડે સમારંભની શોભા વધારી હતી.
કેન્દ્રીય રાજ્ય મંત્રીએ ફાઉન્ડેશન તેમજ પસંદગી સમિતના સભ્યોનો આ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સન્માનિત વ્યક્તિત્વોને અભિનંદન આપતા સૌનું આહ્વાન કર્યું હતુ કે તેઓ વડાપ્રધાનના ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એક થઈ કાર્ય કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application