રાજકોટ મહાપાલિકા દ્રારા તા.૯ જાન્યુઆરીએ સાયકલોથોનનું આયોજન કરાયું છે જેમાં બહોળી સંખ્યામાં જોડાવા જાહેર નિમંત્રણ અપાયું છે. આજથી મહાપાલિકામાં સ્પર્ધકોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન શ કરાયું છે.વિશેષમાં આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ.કમિશનર આનદં પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યુ હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત– ૨૦૨૪ ૧૦મી ગ્લોબલ સમિટ અન્વયે મહાપાલિકા દ્રારા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાઈકલ કલબના સંયુકત ઉપક્રમે તા.૯–૧–૨૦૨૪ને શુક્રવારના રોજ શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, પ્લેનેટોરિયમ પાસે, રેસકોર્ષ ખાતે સવારે ૭:૧૫ કલાકે સાયકલોથોનનું આયોજન કરવામાં આવેલ છે.ઉપરોકત કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સંસદ સભ્યો મોહનભાઇ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહેશે.
સાયકલોથોનનો નવ કિલોમીટરનો રૂટ
સાયકલોથોનના ૯ કીલોમીટરના ટમાં રેસકોર્ષ આર્ટ ગેલેરીથી જિલ્લા પંચાયત ચોક યાજ્ઞિક રોડ થઈને રામકૃષ્ણ મંદિર કમિશનર બંગલો રોડ વિરાણી ચોક લમીનગર અન્ડરબ્રિજ નાનામવા ચોકડી ૧૫૦ ફટ રિંગ રોડ થઇને કેકેવી ચોક કાલાવડ રોડ થઈને કોટેચા ચોક મહિલા કોલેજ અન્ડરબ્રિજ કિશાનપરા ચોક બાલ ભવનના દરવાજે થઇને આર્ટ ગેલેરી ખાતે પુર્ણાહત્પતી.
૧૧ સ્પર્ધકોને લક્કી ડ્રોથી સાયકલનું ઇનામ અપાશે
આ સાયકલોથોનમાં રજીસ્ટ્રેશન કરેલ અને ભાગ લેનાર ૧૧ નાગરિકોને લક્કી ડ્રો દ્રારા સાયકલ ઇનામ સ્વપે આપવામાં આવશે. આ ઇવેન્ટનો વધુને વધુ શહેરીજનોને લાભ લેવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સાયકલોથોનમાં ભાગ લેવા આટલું કરવાનું
આ સાયકલોથોનમાં ભાગ લેવા માટે નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ .ળિભ.લજ્ઞદ.શક્ષ... ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન આજથી શ થઇ ગયું છે. સાયકલોથોનમાં જોડાવા નાગરિકોએ રેસકોર્ષ આર્ટ ગેલેરી ખાતે સવારે ૬:૩૦ કલાકે રીપોટગ કરવાનું રહેશે અને સવારે ૭:૧૫ કલાકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લેગ ઓફ કરી સાયકલોથોનનો શુભારભં કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech