પોરબંદરમાં યોજાનારી કોસ્ટલ હાફ મેરેથોનનું સાંજથી રજીસ્ટ્રેશન શરુ થશે અને શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા તેના માટેની તડામાર તૈયારીઓ ધમધમી રહી છે.
શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના નાગરિકો માટે કોસ્ટલ હાફ મેરેથોન યોજાશે. જેમાં બે લાખ જેટલા રોકડ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશા. હાફ મેરેથોનમાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જે અન્વયે આજે ડિઝીટલ રજીસ્ટ્રેશન લોંચીગ કાર્યક્રમ યોજાશે. આજે સાંજે પાંચ વાગ્યે ચોપાટી સ્વીમીંગ પોઇન્ટ ખાતે ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુના હસ્તે લોંચીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.‘ફિર સે દોડેગા પોરબંદર’ સૂત્ર હેઠળ શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૦-૧૧-૨૦૨૪ને રવિવારે સવારે ૬ વાગ્યે પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન-૨૦૨૪ યોજાશે. સવારે ૬ વાગ્યે શરુ થનારી મેરેથોન સ્પર્ધા માટે સ્પર્ધકોએ વહેલી સવારે ૫:૩૦ વાગ્યે રિપોર્ટીંગ કરાવવું ફરજીયાત છે. અલગ- અલગ વયજૂથમાં વિવિધ દોડના અંતર સાથે સ્પર્ધા યોજાશે. જેમાં ૬ વર્ષથી ૮ વર્ષ અને ૮ વર્ષથી ૧૦ વર્ષના બાળકો માટે બે કિ.મી. કિડસ રન યોજાશે, ૧૪ થી ૧૦૦ વર્ષ સુધીના લોકો માટે પાંચ કિ.મી. ફન રન સ્પર્ધા યોજાશે, ૧૦ થી ૧૪ વર્ષના તણો અને કિશોરો માટે પાંચ કિ.મી. સ્માર્ટ રન યોજાશે. ૧૪ થી ૧૦૦ વર્ષ સુધીના લોકો માટે ૧૦ કિ.મી. ફિટનેશ રન યોજાશે, ૧૪ થી ૧૦૦ વર્ષ સુધીના સ્પર્ધકો માટે ૨૧ કિ.મી. સુધીની હાફ મેરેથોન યોજાશે. કિડસ રન માટે ૧૫૦ પિયા, ફન રન માટે ૨૦૦ પિયા, સ્માર્ટ રન માટે ૨૫૦ પિયા, ફીટનેશ રન માટે ૪૦૦ પિયા, ૨૧ કિ.મી. હાફ મેરેથોન માટે ૬૦૦ પિયા રજીસ્ટ્રેશન ફી નિયત કરવામં આવી છે. ટી-શર્ટ પહેરીને દોડવા માટે એકસ્ટ્રા પિયા ૨૦૦ ફી આપવાની રહેશે. આ સાથે સ્પર્ધકોએ સંમતિપત્ર આપવુ પડશે તેમજ સગીરવયના સ્પર્ધકોએ પોતાના વાલી કે માતા-પિતાનું સંમતિપત્ર આપવુ જરી છે. અરજીપત્રકમાં સ્પર્ધકનું નામ, જન્મ, તારીખ, સરનામુ અને શહેરનું નામ, કોન્ટેકટ નંબર, ઇમરજન્સી નંબર, ઇ-મેઇલ આઇ.ડી. બ્લડગ્રુપ, ટીશર્ટની સાઇઝ સહિતની વિગતો ભરવાની રહેશે.
આજે ડિઝીટલ રજીસ્ટ્રેશન લોંચીંગ ઇવેન્ટ યોજાશે. પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનમાં રજીસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તા. ૩-૧૧-૨૦૨૪ છે. રજીસ્ટ્રેશન કરાવતીવેળાએ સ્પર્ધકોએ આધારકાર્ડ આપવુ ફરજીયાત રહેશે. જે સ્પર્ધકો પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે હર્ષિત ઘાણી મો. ૮૩૨૦૭ ૭૯૬૯૯, છાયા ચોકી રોડ, શિવાબેકર્સ સામે પોરબંદર, રામ ઇલેકટ્રોનિકસ, બેંક ઓફ બરોડાની ઉપર, એમ.જી. રોડ, પોરબંદર-મો. ૯૮૨૫૨ ૮૩૯૪૧, મનીષભાઇ માલવીયા, બી ટ્રેડીંગ, છાયા રોડ, જમાતખાના સામે મો. ૯૪૨૬૨ ૨૬૨૬૭, અજયભાઇ લોઢીયા, શક્તિ જેમ્સ, ફ્રેન્ડસ પેટ્રોલ પંપ પાસે -મો. ૯૮૨૫૭ ૩૧૯૨૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. તેમજ નિયત નમૂનામાં ભરેલા અરજીપત્રકો પણ ઉપરોકત ચાર સ્થળોએ જમા કરાવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોન નહીં ભરનારાને છ માસમાં જ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરો
December 23, 2024 10:56 AMઆતંકને આશરો આપનારાનો નાશ કરાશે: મોદી
December 23, 2024 10:55 AMજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech