રાજ્યમાં 'ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર'ના ભાગ રૂપે 'એગ્રિસ્ટેક પ્રોજેક્ટ' અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ઘટકરૂપે ફાર્મર રજીસ્ટ્રીનો સમાવેશ કરાયો છે. ફાર્મર રજીસ્ટ્રી હેઠળ રાજ્યના તમામ ખેડૂતોની આધાર લીંક સાથે રજીસ્ટ્રી તૈયાર થશે તેમજ દરેક ખાતેદારને આધાર કાર્ડની માફક એક 11 અંકનો યુનિક બેનીફીશીયરી આઈ-ડી આપવામાં આવશે.
ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ અને તેની સાથે લીંક કરેલો મોબાઈલ નંબર, 7-12, 8/અ વિગત સાથે ગ્રામપંચાયત કચેરીએ વી.સી.ઈ. તથા તલાટીનો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ આઈ.ડી. થકી યોજનાઓના આયોજન, લાભાર્થીઓની ચકાસણી અને કૃષિ પેદાશોના વેચાણ અને વ્યવસ્થા સરળ બનશે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ લગત વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર મળી શકશે. ખેતીવાડી યોજનાઓ હેઠળ અથવા અન્ય હેતુઓ માટે ખેડૂતની ઓળખ અને પ્રમાણપત્રની સુવિધા મળશે. કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ઇનપુટસ અને અન્ય સેવાઓ ખેડૂત સુધી પહોચાડવામાં મદદ મળશે. કૃષિ અને સંલગ્ન વિભાગોની વિવિધ યોજનાના સંકલનથી ખેડૂતોને વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડી શકાશે. વધુમાં પી.એમ. કિસાન, કિસાન ક્રેડીટ કાર્ડ, લઘુતમ ટેકાના ભાવ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, ફાર્મ લોન યોજનાનો લાભ લેવા માટે ફાર્મર રજીસ્ટ્રી થયા બાદ મળેલ યુનિક નંબર મદદરૂપ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech