બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ તેમના સાથી મિત્રો ભેગા મળી ભાવનગર પ્રાદેશિક કમિશનર તેમજ અધિક કલેકટરને મળી બગસરાની પાલિકા દ્રારા ચાલવામાં આવતી ગેરરીતિ તેમજ વેરા વધારવા બાબત જેવી અનેક બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
વિગત અનુસાર બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા ભાવનગર પ્રાદેશિક કમિશનર સોલંકી તેમજ અધિક કલેકટર સતાણીની બ મુલાકાત કરવામાં આવી હતી. અને પાલિકા દ્રારા બેફામ વેરા વધારવામાં આવ્યા છે.જે પહેલા કરતા ૫૦% વધારો કરવામાં આવ્યો છે. તેનો વિરોધ કરવામાં આવ્યો હતો છતા વેરા વધારા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. તેમજ વ્યવસાય વેરો ૧૦૦૦ હતો જે વધારીને ૨૫૦૦ કરિ દેવામાં આવ્યો છે.યારે નિયમ પ્રમાણે જેવી જેની કેટેગરી તેવો તેનો વેરો લેવામાં આવે પરંતુ અહિયાં તેના બદલે બધા વેપારીઓને સમાન વેરો લેવામાં આવે છે.ત્યાર બાદમાં જે વેરા બિલ લોકોના ઘર સુધી પહોંચાડવાના હોય છે. તેના બદલે લોકોના ઘર સુધી બિલ પહોચાડવામાં નથી આવતા એટલે લોકો પોતાનો વેરો નિયત સમયમાં ભરી શકતા નથી અને નિયત સમય દરમિયાન વેરો ના ભરેતો ૧૮% વ્યાજ લેવામાં આવે છે. ત્યાર બાદમાં સ્ટ્રીટ લાઇટમાં ખોટો ખર્ચ કરી પોસાતું નથી કહી વેરો વધારવામાં આવે છે.ત્યાર બાદમાં શહેરને ભોગોલીક સુવિધા નામે મીંડું છે. યારે પહેલા અહીંયા એક બગીચો પણ હતો જે હવે વાવાઝોડાં બાદ નષ્ટ્ર થઈ ગયો છે. શહેરમાં સાર્વજનિક પ્લોટમાં દબાણો કરવામાં આવ્યા છે તેને ખુલ્લા કરવામાં આવે. શહેરને રિવરફ્રન્ટ આપવાની વાત કરેલી જે હજુ સુધી કાય કરેલ નથી તેમજ પાલિકાના પ્રમુખ તરીકે મહિલા છે છતાં પાલિકાનો તમામ વહીવટ પાલિકા પ્રમુખ પતિ કરતા હોય છે. જેના લીધે પાલિકામાં અઢળક ભષ્ટ્ર્રાચાર થઈ રહેલ છે. આવા અનેક મુદ્દા ઉપર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડિયલ દ્રારા રજુવાતો કરવામાં આવી હતી. યારે આ તમામ મુદ્દાઓ સાંભળીને કમિશનર તેમજ અધિક કલેકટર દ્રારા આ મુદ્દા ઉપર ચર્ચા કરીને કાર્યવાહિ કરવામાં આવશે તેવી બાહેંધરી પણ આપવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech