આજે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ

  • July 23, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્રની માફક દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થયો છે અને સુરત વલસાડ નવસારી જિલ્લામાં સામાન્યથી સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે.
કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ સુરત જિલ્લાના પલસાણામાં સાડા સાત બારડોલીમાં સવા સાત કામરેજમાં છ અને માંડવીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના પારડીમાં પાંચ વાપીમાં સાડા છ કપરાળામાં સાત અને ધરમપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. નવસારીમાં સાડા ચાર ખેરગામમાં સાડા છ અને ચીખલીમાં સાડા છ ઇંચ પાણી પડ્યું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 168 તાલુકામાં વરસાદ પડ્યો છે અને આજે સવારે છ થી આઠ વાગ્યાના પ્રથમ બે કલાકમાં 61 તાલુકામાં વરસાદ પડ્યો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર જુનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને ગુજરાતમાં નવસારી દમણ વલસાડ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજકોટ જામનગર અમરેલી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. પરંતુ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ અને તે સંદર્ભે અપાતું રેડ એલર્ટ કદાચ આજે છેલ્લા દિવસ માટે છે.
દક્ષિણ ગુજરાતથી કેરળની દરિયાઈ પટ્ટીમાં આજે પણ ઓફ શોર ટ્રફ જોવા મળે છે. આ ઉપરાંત સાયકલોનીક સર્ક્યુલેશનની સિસ્ટમ થોડી નબળી પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application