જામનગરમાં રેડ એલર્ટ: દ્વારકામાં પણ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

  • July 19, 2023 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં પણ વરસાદનું રેડ એલર્ટ

રાજકોટ જિલ્લામાં ધોરાજી અને ગીર સોમના જિલ્લાના સુત્રાપાડામાં બારે મેઘ ખાંગા યા હોય તેવો જોરદાર વરસાદ પડી ગયો છે. આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેી અતિ ભારે વરસાદ પડશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢમાં, ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ભારેી અતિ ભારે વરસાદનું  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, આમ હવામાન ખાતાના જણાવ્યા મુજબ જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં અનરાધાર વરસાદ પડી શકે છે. જુનાગઢ ગીર સોમના અને નવસારી જિલ્લામાં અમુક જગ્યાએ ભારે વરસાદની શક્યતા હોવાના કારણે આ ત્રણ જિલ્લા માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજકોટ પોરબંદર બોટાદ આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી અને ડાંગ જિલ્લામાં મધ્યમી ભારે વરસાદની શક્યતા હોવાી આ જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતીકાલે વરસાદ ચાલુ રહેશે પરંતુ બારે મેઘ ખાંગા ાય તેવી જોરદાર વરસાદની શક્યતા ન હોવાી રાજ્યના એક પણ જિલ્લામાં આવતીકાલ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું ની. મધ્યમી ભારે વરસાદની શક્યતાના કારણે જુનાગઢ ગીર સોમના અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.જ્યારે રાજકોટ નવસારી વલસાડ પંચમહાલ દાહોદ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
તારીખ ૨૧ ના સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે અને કચ્છ દ્વારકા પોરબંદર જુનાગઢ નવસારી અને વલસાડ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ ૨૨ ના બોટાદ ભાવનગર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
**
બંગાળની ખાડીમાં શુક્રવાર સુધીમાં લો પ્રેશર ઉદ્ભવશે
બંગાળની ખાડીમાં આજે સવારે ર્નો વેસ્ટ દિશામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેનો છેડો ઓડિશાના દરિયા સુધી લંબાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સાયકલોનિક સર્ક્યુલેશનની આ સિસ્ટમ આગામી ૪૮ કલાકમાં લો પ્રેસરમાં પરિવર્તિત ઈ જશે. બંગાળની ખાડી ઉપરાંત ર્નો વેસ્ટ મધ્ય પ્રદેશમાં પણ સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application