૨૦૦થી પણ વધુ દાંતના ડોક્ટર્સ જેના મેમ્બર છે, એવા જે.ડી.એ. (જામનગર ડેન્ટલ એસોસિએશન)ના નવા હોદ્દેદારોની વરણી તા.૩૧/૧૨/૨૩ના રોજ કરવામાં આવી.
પૂર્વ પ્રમુખ ડો. ભરત કટારમલ દ્વારા ડો.સાગર બુમતારીયાને નવા વર્ષ માટે પ્રમુખપદની જવાબદારી માટે આવકાર આપવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ટીમમાં સેક્રેટરી તરીકે ડો.શોએબ સોલંકી તેમજ ટ્રેઝરર તરીકે ડો. રવિ રાઠોડ ની સર્વાનુમતે નિમણૂક કરવામા આવી.
શહેર તથા જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લામાંથી પણ ડોક્ટર્સ આ એસોસીએશનના મેમ્બર્સ છે. ડોક્ટર્સના જ્ઞાનમાં સતત વધારો થાય તેમજ નવી ટેકનોલોજી દ્વારા જામનગર ખાતે જ નવી સારવાર શક્ય બની શકે એ માટે સતત કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. વિશ્વભરમાંથી આવતા એક્સપર્ટ સ્પીકર્સ દ્વારા લેકચર તેમજ લાઈવ સર્જરી પરફોર્મ કરવામાં આવે છે.
જે.ડી.એ. એસોસીએશન દ્વારા શહેરના અન્ય વિષયોના એક્સપર્ટસને બોલાવીને મેમ્બર્સને ફાયનાન્સ, સ્વાસ્થ્ય, લીટરેચર વગેરે ની જાણકારી અપાય છે તથા સામાજિક જન જાગૃતિ માટે દાંત-પેઢાના રોગોનાં કેમ્પ,વ્યસનમુક્તિને લગતા માર્ગદર્શન જેવા કાર્યક્રમો તેમજ મોઢાના કેન્સરને અટકવવા બાબતે અવેરનેસ કેમ્પેન સતત કરતા રહે છે.
જેડીએ જામનગર શહેરની અલગ-અલગ સંસ્થાઓ કે જે સામાજિક જાગૃત્તિના કાર્યક્રમો કરતી હોય તેમને દાંતના વિષયને લગતી કોઇપણ પ્રવૃત્તિ માટે સહકાર આપવા માટે હંમેશા તત્પર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech