રાજયની નવી મહાનગરપાલિકામાં વર્ગ એક–બેની ભરતી ટૂંક સમયમાં હાથ ધરાશે

  • January 20, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં નવી અસ્તિત્વમાં આવેલી મહાનગરપાલિકાઓમાં વર્ગ એક અને બે ની ભરતી ટૂંક સમયમાં શ કરાશે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ટીટર પર ટિટ કરીને જાણકારી આપી હતી આ સાથે તેમણે પરિપત્રની નકલ પણ જોડતા હવે નવરચિત મહાનગરપાલિકામાં ભરતી ટૂંક સમયમાં શ કરાશે તેના સ્પષ્ટ્ર સંકેત આપી દીધા છે.
હાલની ૮ મહાનગરપાલિકાઓ ઉપરાંત નવી મહાનગરપાલિકા તરીકે, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, નડિયાદ, વાપી, નવસારી, મહેસાણા, ગાંધીધામ અને પોરબંદરને મહાનગર પાલિકાનો દરો આપ્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશનરની તો નિયુકિત કરી દેવાઈ છે પરંતુ આ નવ–રચિત મ .ન.પા ના વહીવટ માટે વર્ગ–૧ અને ૨ની ભરતી કરવી હવે, આવશ્યક છે ત્યારે રાય સરકારે આ ભરતી માટેની મંજૂરી આપી દીધી છે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગ ચેરમેન હસમુખ પટેલે એકસ–૫૨ ટીટ કરીને જાણકારી આપી છે.
તેમણે શેર કરેલા સરકારના પરિપત્રમાં કહેવાયું છે કે, રાયમાં હાલ ૮૯૧૭ મહાનગરપાલિકાઓમાં રાયની ૪૮ ટકા શહેરી વસતિ વસી રહી છે ત્યારે આ નાગરિકોની પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે રાજયની મહાનગર પાલિકાઓમાં ધ.જી.પી.એમ.સી એકટ–૧૯૪૦, પાણી, રોડ રસ્તા, સેનીટેશન, એસ.ટી.પી, એસ.ડબલયુ.એમ ટેન્ડરીંગ, ખરીદ પધ્ધતિ, આરોગ્ય, ઓડિટ, એકાઉન્ટીંગ, ટેકસ જેવી બાબતે કામગીરી માટે સક્ષમ માનવ બળની આવશ્યકતા રહે છે. આ સેવાઓ જગ્યાઓ પરની સીધી ભરતી સ્પર્ધાત્મક, તંદુરસ્ત અને પારદર્શી હોવી જરી છે. રાય સરકાર દ્રારા મહાનગરપાલિકાઓ –હસ્તકની વર્ગ ૧ અને ૨ જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ મારફત લેવાની કરવાની અનુમતિ આપવામાં આવી છે.
આ જગ્યાઓની ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે કરવા માટે મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ ૧ અને વર્ગ–૨ ની જગ્યાઓના ભરતી નિયમો સામાન્ય વહીવટ વિભાગના ભરતી નિયમો ઘડતી વખતે વિચારણા બાબતો અંગે માર્ગદર્શક સૂચનાઓ અગાઉ ૧૪ મી, ફેબ્રુઆરી–૨૦૧૯ના ઠરવા થી જાહેર કરેલા છે. તેને ધ્યાનમાં લઈ નવા નિયમો બનાવી શકાશે. સંબંધિત મહાનગરપાલિકાએ તેઓની સામાન્ય સભા–સક્ષમ સત્તાની મંજુરી મેળવીને દરખાસ્ત આયોગ તે મોકલી આપવાની રહેશે. નીતિ–નિયમોને ધ્યાને લઈને માંગણી પત્રક, ભરતી નિયમો, પરીક્ષા નિયમો સહિતની મ્યુનિસિપલ કમિશનરની સહી સાથેની દરખાસ્ત આયોગને કાર્યવાહી અર્થે મોકલી આપવાની રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News