બેડી માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ૧૦ લાખ કિલો સૂકા મરચાની આવક

  • December 18, 2023 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના બેડી માર્કેટ યાર્ડ બહાર ગઇકાલે રવિવારે વહેલી સવારથી આવક શ કરતા ખેડૂતોના વાહનોની લાંબી લાઇન લાગી હતી જે આજે સવારે પણ યથાવત રહી હતી અને આજે સૌથી વધુ ૧૦ લાખ કિલો સૂકા લાલ મરચાની આવક થઇ હતી. આજે સવારે પણ મરચાની આવકો યથાવત રહી હોય હવે આવક બધં કરવી પડે સ્થિતિ સર્જાઇ છે. હાલ સુધી મરચાના વ્યાપારમાં ગોંડલ માર્કેટ યાર્ડની મોનોપોલી હતી પરંતુ હવે આ વર્ષથી રાજકોટ માર્કેટ યાર્ડ ગોંડલ યાર્ડની બરોબરી કરી ગયું છે.


વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે રાજકોટ યાર્ડમાં સૂકા લાલ મરચાની આટલી મોટી માત્રામાં આવક થતી હોતી નથી પરંતુ ગત ચોમાસે રાજકોટ તાલુકામાં લાલ મરચાનું વાવેતર વધતા અને બમ્પર ઉત્પાદન આવતા યાર્ડમાં બમ્પર આવકો થઇ રહી છે. રવિવારે સવારથી આજે સવારે સુધીમાં કુલ ૨૫૦૦૦ ભારી સૂકા લાલ મરચાની આવક થઈ હતી દરેક ભારીમાં સરેરાશ ૪૦ કિલોની ભરતી હોય છે એ ગણતરી મુજબ આજે રેકોર્ડબ્રેક અને ઓલટાઇમ હાઇ કહી શકાય તેવી ૧૦ લાખ કિલો મરચાની આવક નોંધાઇ હતી. હવે સીઝન ખરા અર્થમાં જામી છે આજે મગફળીમાં ૫૦ હજાર ગુણી અને કપાસમાં ૩૫ હજાર મણની આવક નોંધાઇ હતી. આજે વહેલી સવારથી ખેડૂતો ઉમટી પડતા યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇન લાગી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application