સ્ટેન્ડિંગ મિટિંગમાં રેકોર્ડબ્રેક રૂા.૫૫૧ કરોડના કામ મંજૂર

  • February 21, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની આજની સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગ રામ વન ધ અર્બન ફોરેસ્ટ ખાતે આજે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમાં રેકોર્ડબ્રેક કુલ .૫૫૧ કરોડના વિકાસકામો મંજુર કરાયા હતા.વર્ષ–૧૯૭૩માં મહાનગરપાલિકાનો દરો મળ્યો ત્યારથી હાલ ૨૦૨૪ સુધીના છેલ્લા ૫૧ વર્ષમાં કયારેય સ્ટેન્ડિંગ કમિટીની કોઇ મિટિંગમાં એક સાથે ૫૫૧ કરોડના વિકાસકામો મંજુર થયા નથી. સૌથી વધુ રકમના કામ મંજુર કરવાના તમામ રેકોર્ડ આજે બ્રેક થયા હતા અને નવો રેકોર્ડ સર્જાયો હતો.

બીજી બાજુ લગભગ તમામ કોન્ટ્રાકટ ઓન સાથે મંજુર કરવામાં આવ્યા હતા. કહી શકાય કે જાણે સ્કાય ઇઝ ધ લીમીટ જેવી ઓલ સાથેના ભાવ રજૂ થયા હતા છતાં મંજૂર કરવામાં આવ્યા હતા. મહાપલિકાના તમામ ઇજનેરોના તમામ એસ્ટીમેટ દરેક સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ખોટા પડતા હોય છે અને ઇજનેરોએ જે તે કોન્ટ્રાકટર માટે આપેલા અંદાજો કરતા અનેક ગણાં ઐંચા ભાવો આવતા હોય છે તેમ છતાં કામ મંજૂર કરી દેવામાં આવતા હોય છે આજે મોટાભાગે નળ ગટર અને રસ્તાના કામો જ મંજૂર થયા હતા છતાં આ કામોનો કુલ આકં .૫૫૧ કરોડે પહોંચ્યો હતો. ૫૫૧ કરોડના આ કામોમાં ઓન પાછળની કેટલી રકમ છે તેનો આકં અલગથી મેળવવામાં આવે તો ખરા અર્થમાં ખ્યાલ આવી શકે કે કેટલા કરોડના વિકાસ કામો થયા છે અને ઐંચા ભાવ ચૂકવવા બદલ પ્રજાના પૈસાથી ભરાતી તંત્રની તિજોરી ઉપર ખરેખર કેટલો બોજો આવ્યો છે. એકાદ કોન્ટ્રાકટના કામમાં અંદાજ ખોટો પડે તો સ્વીકારી શકાય પરંતુ દરેક મિટિંગમાં દરેક કામમાં અંદાજો ખોટા પડે તો અંદાજ ખોટા કે ઇજનેરો તેની તપાસ કરવી પડે..!!

વિસ્તારવાઇઝ મંજૂર થયેલા મુખ્ય વિકાસકામો
વિસ્તારવાઇઝ મંજૂર થયેલા મુખ્ય વિકાસકામ૧૦.૮૮ કરોડના ખર્ચે મોટામવા, મુંજકા અને ત્યાંથી આગળના કાલાવડ રોડ ઉપર ડ્રેનેજ મંજુર
– ૨૦ કરોડના ખર્ચે માધાપરમાં ડ્રેનેજ લાઈન
– ૨૫.૮૨ કરોડના ખર્ચે મવડી અને મોટા મવામાં ડ્રેનેજ
– ૨૪.૨૪ કરોડના ખર્ચે મવડીમાં ડીઆઈ લાઈન
– ૧.૮૩ કરોડના ખર્ચે શહેરના મુખ્યમાર્ગેાની લાઇટસનું નવીનીકરણ
– ૫.૮૯ કરોડના ખર્ચે વોર્ડ નં.૧ના ટીપી રસ્તાઓ ઉપર પેવર
– ૨.૩૭ કરોડના ખર્ચે આત્મીય કોલેજથી એજી ચોક સુધી ડામર કામ
– ૪.૧૭ કરોડના ખર્ચે મણિયાર હોલ રિનોવેશન
– ૭.૮૮ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૧ના ટીપી રસ્તાઓ ઉપર ડામરકામ
– ૬.૧૪ કરોડના ખર્ચે રેલનગરના ટીપી રસ્તાઓ ઉપર ડામર કામ
– ૮.૨૦ કરોડના ખર્ચે કોઠારીયામાં ડ્રેનેજ લાઈન
– ૬.૯૬ કરોડના ખર્ચે કોઠારીયા રિદ્ધિ સિદ્ધિના નાલેથી શ થતાં રસ્તે ડામર કામ
– ૮.૧૩ કરોડના ખર્ચે કોઠારીયા ડાયમડં પાર્ટી પ્લોટ રોડ ઉપર ડામરકામ
– ૬.૬૯ કરોડના ખર્ચે મુંજકામાં ડ્રેનેજ લાઈન
– ૧૩.૧૪ કરોડના ખર્ચે મવડી સ્મશાનથી જેટકો ચોકડી સુધીનો કણકોટ રોડ ડેવલપ કરવા
– ૭.૨૨ કરોડના ખર્ચે વોર્ડ નં.૪ના ટીપી રસ્તાઓ ડેવલપ કરવા
– ૨૨૮ કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન ખરીદવ


નાનામવાની જમીન હરાજી રદ કરીને રકમ જ કરવાની દરખાસ્ત પેન્ડિંગ
નાના મવા ચોકના પ્લોટની જમીન હરાજી રદ કરીને હાલ સુધીમાં બિલ્ડરે ભરેલા પિયા ૧૮ કરોડની રકમ જ કરવા મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત કરી હતી પરંતુ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસકોએ આ દરખાસ્ત પેન્ડિંગ રાખી હોવાનું ચેરમેન જયમીનભાઇ ઠાકરે પત્રકારો સમક્ષ જાહેર કયુ હતું અને સાથે જ તેમણે ઉમેયુ હતું કે ગઈકાલે બિલ્ડર તરફથી એક અરજી મળી છે અને તેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ જમીન ખરીધા બાદ બબ્બે કોર્ટ મેટર થતા તેમને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડો છે અને કોર્ટ મેટર મામલે મહાપાલિકા તંત્રની પણ જવાબદારી ફિકસ થાય છે આથી આ દરખાસ્ત અંગે વિચારણા કરવામાં આવે તેથી દરખાસ્ત પેન્ડિંગ રાખવા નિર્ણય કર્યેા છે.


કયા કામ પાછળ કેટલો ખર્ચ મંજુર કર્યેા ?


નવા ડામર રસ્તા ૮૭.૯૧ કરોડ
ડ્રેનેજના કામો ૬૭.૫૭ કરોડ
પેવિંગ બ્લોકના કામો ૨.૬૪ કરોડ
તબીબી સહાય ૧૬.૮૨ લાખ
કાર્યક્રમ ખર્ચ ૭.૭૮ લાખ
સીસી કામ ૨૨.૦૧ લાખ
ડીઆઇ લાઈન ૨૪.૨૪ કરોડ
સ્ટ્રોમ વોટર ડ્રેઇન ૨૧.૧૮ લાખ
વાહન ખરીદી ૩.૯૯ કરોડ
વોટર વર્કર્સ ૨૯૯ કરોડ
સ્મશાન ૫.૨૪ કરોડ
નાણાંકીય સહાય ૧૯.૫૦ કરોડ
કમ્પાઉન્ડ વોલ ૧૩.૩૯ લાખ
ફાયર સ્ટેશન ૧૯.૫૦ લાખ
ગાર્ડન ૯૩ લાખ
મેટલિંગ ૧.૭૭ કરોડ
પમ્પિંગ સ્ટેશન ૩.૫૬ કરોડ
પીએમ સ્વનિધિ ૯૦ હજાર
સ્વચ્છતા માટે ૮૨.૪૨ લાખ
ઝૂ માટે ૪૦.૩૨ લાખ
બિલ્ડીંગ કામ માટે ૪.૧૭ કરોડ
રમત ગમત માટે ૫૧.૨૧ લાખ
નવી વોર્ડ ઓફિસ ૪૧.૪૧ લાખ
લાઇટિંગ ૧.૮૩ કરોડ
સુએઝ પમ્પિંગ સ્ટેશન ૮.૦૨ કરોડ
ડ્રેનેજ લાઇન ૨૦.૬૬ કરોડ
પાઇપ ગટર ૧૨.૭૯ કરોડ
કેમિકલ ખરીદી ૧.૩૪ કરોડ
સ્લેબ કલવર્ટ ૩૨.૬૭ લાખ
વોર્ડ ઓફિસ ૪૦.૦૪ લાખ
બોકસ કલવર્ટ ૩૦.૭૨ લાખ
કુલ મંજુર ખર્ચ .૫૫૦ કરોડ, ૯૯ લાખ, ૧૮ હજાર, ૩૧




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application