સૌરાષ્ટ્ર્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટ્ટાક મરચાની અંદાજે ૮૦ હજારથી વધુ મરચાની ભારીની આવક થવા પામી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ ૨૦૦૦થી ૨૫૦૦ વાહનની ૭થી ૮ કી.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી. હરાજીમાં પિયા ૧૦૦૦થી ૨૫૦૦ ભાવ ખેડૂતોને મળ્યો હતો. મરચાની પુષ્કળ આવક થતા અને જગ્યા ટૂંકી પડતા યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ તાત્કાલિક ગોંડલ યાર્ડ પર સ્થળ પર પહોંચી અન્ય જગ્યા ભાડે રાખીને ત્યાં મરચા ઉતારવાની વ્યવસ્થા કરી આપી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડિરેકટર પ્રફુલભાઈ ટોળીયાએ જણાવ્યું હતું કે યાર્ડમાં છેલ્લ ા બે દિવસથી મરચાની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. બે દિવસમાં ૨૫૦૦ જેટલા વાહનોમાં ૮૦ હજાર થી વધુ ભારીની આવક થવા પામી છે. યાર્ડમાં ૨ લાખ ગુણી ધાણા ઉપરાંત ડુંગળી, લસણ, કપાસ, મગફળી સહિતની જણસીની આવકો ચાલુ છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ૨૫૦ વિઘા ઉપરાંત આસપાસના ભાડે રાખેલ ગ્રાઉન્ડ ૩૦ વીઘામાં હોવા છતાં જણસી ઉતારવાની જગ્યા ઓછી પડી હતી. ગોંડલ યાર્ડના તમામ ગ્રાઉન્ડ વિવિધ જણસીથી ખચોખચ ભરાઈ ગયા હતા.આજુબાજુની જગ્યાઓ પણ ફલ થઈ ગઈ છે. કારણકે આગામી દિવસોમાં હોળીના તહેવારની ત્રણ દિવસની રજા ઉપરાંત માર્ચ એન્ડિંગની પણ ૮થી ૧૦ દિવસની રજા આવે છે અત્યારે જે જણસીઓની આવક થઈ છે તે વેચાતા અંદાજે ૨ મહિના જેવો સમય લાગશે. ત્યારે હાલમાં જે ખડુતો યાર્ડ બહાર મરચાના વાહનો લઈને ઉભા છે તેઓને મરચું જગ્યાએ તેમજ ચટણી બનાવી વેચી નાખવા જણાવ્યું હતું.
વધુમાં યાર્ડના ડિરેકટર પ્રફુલભાઈ ટોળીયાએ જણાવ્યું હતું કે છેલ્લ ા બે દિવસથી મરચાના વાહનોની લાંબી લાઈનો લાગી હતી હજુ પણ ૩૦૦ જેટલા વાહનો યાર્ડની બહાર ઉભા છે તેઓને પણ જતા રહેવા અથવા અન્ય જગ્યા પર મરચાનો નિકાલ કરવો તેવી અપીલ કરવામાં આવી હતી. કારણે કે નેશનલ હાઇવે નું સાથે સાથે કામ ચાલુ હોય વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે ગઈકાલે પણ ૩ થી ૪ કલાક હાઇવે ઠપ્પ રહ્યો હતો તત્રં પણ હેરાન પરેશાન છે આગામી દિવસોમાં વાહનો કયાં ઉભા રાખવા તેમની મીટીંગ પણ આજે યોજાશે. ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર જે રીતે ભરોસો છે તેને સલામ કરી છીએ. ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયસરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તથા સમગ્ર ટીમ સતત મેહનત કરી રહી છે. ખેડૂતોને ગોંડલ યાર્ડમાં ભાવ સારો મળી રહે છે એટલે સૌરાષ્ટ્ર્ર ભરના ખેડૂતો ગોંડલ યાર્ડ પર ભરોસો મૂકી રહ્યા છે. પરંતુ હાલ ટ્રાફિક સમસ્યાને કારણે મરચા બાબતે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મરચું લઈને નહિ આવવા અપીલ કરી હતી. આગામી દિવસોમાં વાહનોની લાઈન હાઇવે પર કરાવી કે ઉમવાડા રોડ અથવા ગુંદાળા રોડ પર કરાવી એ ફરીવાર જાહેરાત યાર્ડના સત્તાધીશો દ્રારા કરવમાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર તાલુકાના મોરકંડા ગામે જૂથ અથડામણ, એક યુવકનું મોત
March 15, 2025 01:11 PMદ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
March 15, 2025 01:09 PMનકલી બોસ બનીને કંપનીના એકાઉન્ટ ઓફિસર સાથે 2 કરોડ રૂપિયાની ઠગાઈ
March 15, 2025 12:36 PMસુનિતા અને બૂચ વિલ્મોર ઝડપથી પૃથ્વી પર સેટ નહી થઈ શકે
March 15, 2025 12:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech