રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જળ સંચયની પ્રવૃત્તિને વેગ મળે અને વધુ ને વધુ નાગરિકો પણ બોર રિચાર્જ કરે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ જળ સંચય અભિયાન હેઠળ પોતાના હસ્તકના તમામ બિલ્ડિંગોમાં તથા શહેરમાં વિવિધ સ્થળોએ પણ પાણીને જમીનમાં ઉતારવાની કામગીરી શ કરી છે જે અંતર્ગત ૫૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી તેમજ તમામ નાગરિકોને બોર રિચાર્જ કરાવવા અપીલ કરાઇ હતી.
વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્રારા જળ સંચય પ્રવૃત્તિ માટે પાઇલોટ સિટી તરીકે પસદં કરાયેલા દેશના ૧૦ શહેરોમાં રાજકોટનો સમાવેશ કરાયો છે. તદઉપરાંત રાજકોટ મહાપાલિકા દ્રારા જળસંચય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે ચાલું નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ના બજેટમાં પણ ૯૦:૧૦ની સ્કિમ અમલમાં મૂકી છે જેમાં રાજકોટ મહાપાલિકા ૯૦ ટકા ખર્ચ ભોગવશે અને નાગરિકોએ ફકત ૧૦ ટકા ખર્ચ આપવાનો રહેશે. આથી જો લોકો નક્કી કરે તો જળસંચયની કામગીરી અપેક્ષિત પરિણામ આપી શકે.
આ અભિયાન અંતર્ગત અલગ અલગ સ્થળો ઉપર બોર રીચાર્જની કામગીરી કરવામાં આવી હતી. વોર્ડ નં.૨માં બજરંગવાડી સર્કલની બાજુમાં, વોર્ડ નં.૩માં તોપખાના, સરકારી વસાહત પાસે, વોર્ડ નં.૭માં ઉધોગનગર કોલોનીમાં, વોર્ડ નં.૧૪માં શ્રમજીવી ૪, ગોપાલનગર –૧, જયરાજ પ્લોટ– ૯૧૩, જયરાજ પ્લોટ –૮૧૩ અને વોર્ડ નં.૧૭માં આનંદનગર મે.રોડ શાળા નં.૬૩ ખાતે સ્થિત હેન્ડ પંપને રિચાર્જ કરવામાં આવેલ છે. જેનાથી ચોમાસા દરમ્યાન વરસાદી પાણી બોરમાં ઉતરશે. વધુ ને વધુ બોર રિચાર્જની કામગીરીમાં જોડાશે એમ જમીનમાં જળ સ્તર ધીમે ધીમે ઉપર આવશે. ઉપરોકત ઉપરાંત રણછોડનગર, કુબલિયા પરા, જંગલેશ્વર, કોઠારીયા સોલ્વન્ટ ફાટક, નુરાની પરા મેઇન રોડ, નારાયણ નગર, હાઉસિંગ બોર્ડ કવાર્ટર્સ સહિતના વિસ્તારોમાં પણ બોર રિચાર્જ કરવામાં આવ્યા છે.જળ સંચય અને બોર રિચાર્જ માટે મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં રાજકોટ એન્જીનિયરીંગ એસોશિએશન, હોટેલ એસોશિએશન, કન્સલ્ટીંગ સિવિલ એન્જી. એસો., ઇન્ડિયન મેડિકલ એસોશિએશન, ખોડલધામ સંસ્થા, આજી જી.આઈ.ડી.સી. એસો., આર્કિટેકટસ એસો., સ્વામિનારાયણ સંસ્થા (કાલાવડ રોડ), સદભાવના ટ્રસ્ટ, સ્વામિનારાયણ સંસ્થા (ગોંડલ રોડ), ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બિલ્ડર એસોશિએશન, વગેરે સંસ્થાઓના મહાનુભાવો, નાયબ મ્યુનિ.કમિશનર સ્વપિનલ ખરે અને ચેતન નંદાણી તેમજ સિટી એન્જિનિયર અલ્પના મિત્રા, વોટર વર્કર્સ બ્રાન્ચના સિટી ઇજનેર કે.પી.દેથરીયા, છૈયા, પટેલ તેમજ અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા
રાજકોટના હાલ બેંગ્લોર–ચેન્નાઇ જેવા થશે !
રાજકોટ મ્યુનિ. કમિશનર આનદં પટેલએ એનજીઓ સાથેની મિટિંગમાં બેંગ્લોર શહેરનું ઉદાહરણ આપતા એવી ટકોર કરી હતી કે, કાવેરી નદીના નીર પર નિર્ભર બેંગ્લોર તાજેતરમાં જળ કટોકટીનો સામનો કરી રહ્યું છે બેંગ્લોરમાં સર્જાયેલી જળ કટોકટીના અભ્યાસ ઉપરથી એ પણ જાણવા મળ્યું છે કે, બેંગ્લોરમાં આશરે પંદર હજાર જેટલા બોર પૈકી છ હજાર જેટલા બોરમાં પાણી ખલાસ થઇ ગયું છે. ચેન્નાઈ શહેર પણ થોડો સમય જળ કટોકટીનો સામનો કરી ચુકયું છે
સારા વરસાદના દિવસો માત્ર ૮થી ૧૦
ચોમાસાના ચાર માસ દરમ્યાન સારા વરસાદના દિવસો માત્ર ૮ થી ૧૦ જેટલા હોય છે. વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે. દિવસે ને દિવસે બોરનો ઉપયોગ વધી રહ્યો છે અને જમીનમાં જળસ્તર વધુ ને વધુ નીચું ઉતરી રહ્યું છે ત્યારે ચોમાસા પૂર્વે તમામ લોકોએ પોતાના મકાનના ધાબાનું પાણી બોરમાં ઉતારવા માટેની વ્યવસ્થા કરી જાહેર સામાજિક હિતમાં યોગદાન આપવું જોઇએ.
બોરનું પાણી ખેંચીએ તેટલું રિચાર્જ થતું નથી
બોરમાંથી જેટલું પાણી ખેંચીએ છીએ તેની સરખામણીએ આપણે બોર રિચાર્જ મારફત જમીનમાં જે પાણી ઉતારીએ છીએ તેનું પ્રમાણ ખુબ જ ઓછું છે. પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરીને જળ સંચયની પ્રવૃત્તિને પુરતો વેગ આપવાની આવશ્યકતા છે.
જળસંચયમાં સંસ્થાઓનો સહયોગ
રાજકોટ મહાનગરપાલિકાના તમામ બિલ્ડીંગ, પમ્પિંગ સ્ટેશન, ફિલ્ટર પ્લાન્ટ, સ્વિમિંગ પૂલ કેમ્પસ, વગેરે સ્થળોએ બોર રિચાર્જના આયોજનને આગળ ધપાવી રહી છે. જળ સંચયની પ્રવૃત્તિને વેગ આપવાના આયોજનમાં ગીર ગાય સંસ્થા, સદભાવના ટ્રસ્ટ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસો.વિગેરે સંસ્થાઓનો સહયોગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech