રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તા.૧૫ જુનથી ચોમાસુ શરૂ થવાને બરાબર એક મહિનો બાકી રહ્યો છે ત્યારે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પોતાના ઘર આંગણેના એપાર્ટમેન્ટ, કોમ્પ્લેક્સ કે અન્ય જાહેર સંકુલોના બોર રિચાર્જ કરવા મ્યુનિસિપલ વોટર વર્કર્સ કમિટિ ચેરમેન અને વોર્ડ નં.૮ના ભાજપના કોર્પોરેટર અશ્વિનભાઇ પાંભર દ્વારા અપીલ કરવામાં આવી છે. બોર રિચાર્જ કરવાથી ભૂગર્ભ જળનું સ્તર વધે છે અને બારેય મહિના પાણી ખુટતું નથી.
રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર પાણીનું મહત્વ સમજાવતા જણાવે છે કે, માનવજાતને કુદરતની સૌથી કિંમતી મળતી ભેટ પાણી છે. પાણી વગર પૃથ્વી પરના જીવનનું અસ્તિત્વ મુશ્કેલ છે. દરેક જીવ સૃષ્ટિને પાણીની જરૂર પડે છે જેથી, ભવિષ્યમાં જળસંકટ ટાળવા માટે ઉપલબ્ધ જળ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
પાણી બચાવો જળસંચય એટલે જળનો સંગ્રહ કરવાની પ્રવૃતિ. વિશ્વભરમાં પાણીની સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બનતી જાય છે ત્યારે જળસંચય માટે ત્રણ બાબતો ખૂબ જ મહત્વની બને છે (૧) ઉપલબ્ધ જળ અને જળ સ્ત્રોતોની સંભાળ રાખવી (ર) વહી જતા પાણીને રોકવું(હાર્વેસ્ટિંગ) (૩) જળસ્ત્રોતોનું પુન:નવીનીકરણ કરવું (રિચાર્જિંગ).
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરમાં વિપુલ પ્રમાણમાં શહેરીકરણના પરિણામે શહેરમાં વિસ્તાર અને માનવ વસ્તીમાં ખુબ જ મોટો વધારો થવા પામેલ છે. શહેરમાં પાણીની માંગને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ભાદર-૧ ડેમ, આજી-૧, ન્યારી-૧ અને સૌની યોજના મારફત પીવાલાયક શુધ્ધ પાણીનુ નિયમિત વિતરણ કરવામાં આવે છે. રાજકોટ શહેર અને આસપાસમાં મર્યાદિત જળસ્ત્રોતના કારણે દિવસે દિવસે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે ત્યારે જળસ્ત્રોતોની જાળવણી, વરસાદી પાણીનો સંગ્રહ અને ભૂગર્ભ જળના પૂરવઠાનુ સાતત્ય જાળવી રાખવા વરસાદી પાણીનું રીચાર્જ કરવું ખુબ જ મહત્વની બાબત બની રહે છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર કુદરત તરફથી માનવજાતને મળેલ અમૂલ્ય ભેટ પાણીને બચાવવા ભૂગર્ભ જળ સ્તરમાં પાણીનો પૂરવઠો જાળવી રાખવા અને પૂરવઠામાં વધારો કરવા શહેરમાં આવેલ તમામ લોરાઈઝ-હાઈરાઈઝ રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક મિલકતોમાં તેમજ શૈક્ષણિક સંકુલોમાં વરસાદી પાણીનો સંગ્રહ, બોર રીચાર્જ કરવા શહેરીજનોને ખાસ અપીલ અને આહવાન કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMઉપલેટામાં સ્વ. નર્મદાબેન સીણોજીયા ની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
May 20, 2025 05:01 PMરાજકોટ : પોલીસ પર પથ્થરમારો અને વાહનમાં તોડફોડ કરનાર 20 આરોપીની ધરપકડ
May 20, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech