સૌરાષ્ટ્ર કચ્છ પંથકમાં છેલ્લા દસ-બાર દિવસની વરાપ બાદ ગઈકાલથી મેઘરાજાએ લીલીયા, બોટાદ પંથકમાં એક થી બે ઇંચ તેમજ જુનાગઢ, રાજુલા, અમરેલી, લાઠી, મુળી, સાયલા પંથકમાં અડધોથી પોણો ઈચ વરસાદ જતા ફરી ચોમાસાના માહોલનો પ્રારંભ થયો હોવાનું જણાઈ રહ્યું છે. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન કુલ 21 તાલુકામાં ઝાપટાથી માંડીને બે ઇંચ સુધીનો વરસાદ પડી જવા પામ્યો છે.
10 - 12 દિવસની વરાપ બાદ ગઈકાલથી મેઘરાજાનું પુનઃ આગમન થતા આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન અમરેલીના લીલીયા પંથકમાં બે ઇંચ ઉપરાંત રાજુલા અમરેલી લાઠીમાં અડધો થી પોણો ઈંચ અને ખાંભા સાવરકુંડલા ધારી બગસરાના પંથકમાં ઝાપટા વરસ્યા હતા.
બોટાદમાં એક ઇંચ અને બરવાળા ખાતે ઝાપટા વરસ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને સાયલામાં અડધોથી પોણો ઈંચ, જુનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ઘોઘા જેસર પાલીતાણા પંથકમાં ઝાપટા વરસી જવા પામ્યા હતા રાજકોટ જિલ્લામાં માત્ર કોટડા સાંગાણી ખાતે ઝાપટાનો વરસાદ નોંધાયો છે, એ રીતે કચ્છના રાપર અને ગિર સોમનાથના તાલાલા પંથકમાં પણ ઝાપટા રૂપે વરસાદ વરસીને ચોમાસાના માહોલના અણસાર આપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMછેલ્લા 10 વર્ષોમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા
January 23, 2025 10:31 AMઆવતા મહીને ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવાય તેવા પ્રયાસો
January 23, 2025 10:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech