રાજકોટ શહેર જિલ્લ ામાં રીયલ એસ્ટેેટમાં કડાકો બોલ્યો હોય તેમ ગત માસે ઓકટોબર મહિનાની સરખામણીમાં ૪૮૦૦થી વધુ દસ્તાવેજો ઓછા નોંધાયા છે એટલે કે, મિલકત લે–વેચના સોદાઓ નવેમ્બર માસમાં ગોટે ચડેલા રહ્યા હતા. જેના કારણે સરકારી તિજોરીને પણ ફી, સ્ટેમ્પ ડયુટીની આવકમાં ૨૦ કરોડ જેવી આવક ઘટી અને નફામાં નુકસાન થયું છે. એક માત્ર મોરબી રોડ પર તેજી દેખાઈ હતી.
જમીન, મકાન, બંગલા, ફલેટ, પ્લોટ કે આવી મિલકતોમાં વેચાણના સબ રજીસ્ટર કચેરીના સુત્રોમાંથી મળેલા આંકડા મુજબ રાજકોટ શહેર જિલ્લ ાની ૧૮ નોંધણી કચેરીઓ પર ૯૬૪૫ દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં સરકારને ફી પેટે ૭૬,૪૬,૬૩,૦૨૫ની આવક થઈ છે અને સ્ટેમ્પ ડયુટીની ૪૩,૩૯,૨૯,૭૧૬ રૂપિયા મળ્યા છે. કુલ ગત માસે ૫૧,૦૩,૯૨,૭૪૧ની આવક સરકારી તિજોરીમાં આવી છે. નવેમ્બર માસમાં નોંધાયેલા દસ્તાવેજોની સરખામણીએ ઓકટોબર માસમાં ૧૪,૪૪૮ દસ્તાવેજ નોંધાયા હતા જે જોતા ગત માસે ૪૮૩૯ દસ્તાવેજ ઓછા બન્યા છે.
દસ્તાવેજ ઓછા થતાં મિલકતોમાં લે–વેચના સોદા ઘટયા તે સ્પષ્ટ્ર થઈ શકે અને સોદા ઓછા થતાં નવેમ્બર માસ રીયલ એસ્ટેટમાં મંદો રહ્યાનું માની શકાય. જાણકારોનું એવું પણ છે કે, દિવાળીના તહેવારને લઈને થોડા દિવસ વેકેશનનો મુડ હતો તેવા કારણોસર પણ દસ્તાવેજ ઓછા નોંધાયા હોય અને અત્યારે જે રીતે જંત્રીનો મુદ્દો ગોટાળે ચડયો છે તેની પણ રીયલ એસ્ટેટમાં અસર દેખાઈ હોય શકે. ગત માસે સોદા ઘટતા સરકારને પણ રેવન્યુમાં ૨૦ કરોડ જેવી રકમનો ઘટાડો થયો છે.
સબ રજીસ્ટાર કચેરીના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકોટ જિલ્લ ામાં સૌથી વધુ દસ્તાવેજ રાજકોટ–૨ મોરબી રોડ પરની કચેરીમાં ૧૧૪૮ દસ્તાવેજ નોંધાયા છે. ત્યાર બાદ બીજા ક્રમે ગોંડલમાં તેજી દેખાઈ છે ત્યાં ૯૭૭ દસ્તાવેજ નોંધાયા હતા. આ ઉપરાંત રાજકોટ–૩ રતનપરમાં ૭૦૯ મિલકતોના લે–વેચના સોદાના દસ્તાવેજની નોંધણી થઈ હતી.
જયારે સૌથી ઓછા વિંછીયામાં ૮૦, ઉપલેટામાં ૩૩૪, પડધરીમાં ૧૮૪, જામકંડોરણામાં ૮૯, ધોરાજીમાં ૨૪૩, રાજકોટ રૂરલમાં ૬૨૭, રાજકોટ–૪માં ૬૯૭, રાજકોટ–૭ કોઠારીયામાં ૫૭૯, રાજકોટ–૬ મવડીમાં ૮૬૧, રાજકોટ–૫ મવામાં ૫૬૮, જેતપુરમાં ૫૩૨, રાજકોટ–૧માં ૬૯૧, જસદણમાં ૩૩૩, લોધીકામાં ૬૭૨ અને કોટડાસાંગાણીમાં ૩૨૧ દસ્તાવેજોની નવેમ્બર માસમાં નોંધણી થઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech