રાજકોટનો પહેલો કેસ; જાહેરમાં એંઠવાડ ફેંકતા કેમેરામાં ઝડપાતા રિયલ કેટરર્સને ૫,૦૦૦નો દંડ

  • February 26, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં હાઇવે પ્રોજેકટ હેઠળ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા ત્યારથી આ જ દિવસ સુધીમાં પહેલી વખત એવું બન્યું છે કે જાહેરમાં એંઠવાડ ફેકનારને કેમેરામાં કેદ કરી .૫૦૦૦ના દંડની વસૂલાત કરવામાં છે.વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે નિર્મળ ગુજરાત–૨.૦ અભિયાન અંતર્ગત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્રારા ગત રાત્રે ૯:૫૮ મિનિટે રૈયા રોડ પર રૈયા સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે આવેલ સીસીટીવી કેમેરા તપાસતા રીયલ કેટરર્સ દ્રારા જાહેરમાં એઠવાડ તથા કચરો નાખતા ઝડપી, તેઓને ગાડી નંબરના આધારે પકડતા વોર્ડ નં.૯ ના એસ.એસ.આઈ. દ્રારા રીયલ કેટરર્સને જાહેરમાં એઠવાડ તથા કચરો નાખવા બદલ .૫,૦૦૦નો દડં તેમજ નોટીસ આપવામાં આવેલ. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી ૨૪ કલાકમાં નિવારણ કરવામાં આવેલ હતું. ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનદં પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ કંટ્રોલ સેન્ટરનાં નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્રારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application