ધાનાણીનો યુ ટર્ન: પક્ષ આદેશ આપે તો ચૂંટણી લડવા તૈયાર

  • March 30, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની આગામી ચૂંટણીમાં રાજકોટ બેઠક માટે ભાજપના પુષોત્તમ પાલા સામે કોંગ્રેસ વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અને અમરેલીના વતની પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારાશે તેવી વાતો લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી. પરેશ ધાનાણીએ પોતે ચૂંટણી લડવા માંગતા નથી તેવી જાહેરાત કર્યા પછી ગઈકાલે એકાએક યુ ટર્ન માર્યેા છે.

અમરેલી ખાતે ગઈકાલે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે મારા માટે પાર્ટી મહાન છે. જો કોંગ્રેસ પક્ષ મને આદેશ આપશે તો ચૂંટણી લડવાની મારી તૈયારી છે.રાજકીય નિરીક્ષકો જણાવે છે કે રાજકોટમાં પાલા સામે ધાનાણીને મેદાનમાં ઉતારવા માટે કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્ર્રીય નેતાગીરીએ મન બનાવી લીધું છે. ધાનાણીને સમજાવવાના પ્રયાસો ગઈકાલના તેમના ઉચ્ચારણ પછી સફળ થયા હોવાનું જણાઈ રહ્યું છે.
રાજકીય નિરીક્ષકો સૌથી વધુ મહત્વની બાબત એ ગણાવી રહ્યા છે કે કોંગ્રેસે તેના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કયુ છે અને બીજું લિસ્ટ એકાદ બે દિવસમાં જ જાહેર થાય તેવી શકયતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આજે બપોરે અમદાવાદ ખાતે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં શહેર –જિલ્લા અને મહાનગરોના કોંગ્રેસના પ્રમુખોને બોલાવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક સેન્સ ની પ્રક્રિયા સાથે જોડાયેલા પ્રભારીઓ સહિત પ્રદેશ કક્ષાના ટોચના આગેવાનોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેની આ બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે મહત્વની સૂચનાઓ અને આદેશો આપવામાં આવ્યા છે. બરાબર તેવા સમયે જ 'હત્પં ચૂંટણી લડવા તૈયાર છું' તેવા પરેશ ધાનાણીના નિવેદનનું મહત્વ વધી જાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application