પ્રદર્શન મેદાનમાં રામ અને રાવણનું યુદ્ધ ખેલાયું: રાવણનો પરાજ્ય થતા રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરાયું: મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યાં: નાનકપુરીથી નિકળેલી શોભાયાત્રામાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, રાવણ સહિતના અન્ય પાત્રો જોડાયા: રાવણ દહનના કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, પૂર્વ મંત્રી પરમાણંદ ખટ્ટર સહિતના સિંધી સમાજના અગ્રણીઓ જોડાયા
સિંધી સમાજ દ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ દશેરા મહોત્સવ ૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બપોરે નાનકપુરીથી એક વિશાળ શોભાયાત્રા નિકળી હતી જે સાંજે પ્રદર્શન મેદાને પહોંચી હતી જયાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરાયું હતું.
ભારતના ભાગલા બાદ જામનગર આવીને વસેલા સીંધી સમુદાય દ્વારા છેલ્લા ૭૦ કરતા વધુ વર્ષોથી શહેરમાં દશેરાના દિવસે યોજાતી રામ શોભાયાત્રા અને રાવણ દહનની પરંપરા આજદિન સુધી જળવાઈ રહી છે. રામ-રાવણની સેનાના લલકાર નગરના માર્ગો પર ગુંજી ઉઠ્યા હતાં. વિજયાદશમીના બપોરે ૪ વાગ્ય બાદ નાનકપુરી ખાતેથી રામસવારી યાત્રાનો પ્રારંભ થયો હતો જે પવનચક્કી, હવાઇ ચોક, બર્ધનચોક, સજુબા શાળા બેડી ગેટ લીમડા લાઈન,જિલ્લા પંચાયત થી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સહિતના શહેરના રાજમાર્ગો પર થઇ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઇ હતી. જ્યાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. ખાસ કરીને શોભાયાત્રાના રૂટ પર વાહનોમાં હનુમાનનું પાત્ર બનતા સીંધી સમાજના યુવાનો, ડાગલાઓની હડીયાપટ્ટી દ્વારા વાતાવરણ જીવંત બને છે.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આતાશબાજી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરાયું હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. જામનગરના સિંધી સમાજ દ્વારા આજે સાંજે શહેરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નાનકપુરી ખાતેથી વિવિધ પાત્રો સાથે આબેહુબ વેશભૂષામાં રામસવારી નિકળી હતી. જેમાં ભગવાન શ્રીરામની સેના, વાનર સેના, હનુમાનજી, ઋષિમુનિઓના વેશભુષા ના પાત્રો હોય છે. ઉપરાંત અટ્ટહાસ્ય કરતો રાવણ અને તેની સેનાના કુંભકર્ણ, મેઘનાદ જેવા મહારથીઓ અને રાક્ષસોની સેનાના હાકલા પડકારા બાળકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જે શહેરના મુખ્યમાર્ગો પર ફરીને સાંજે પ્રદર્શન મેદાનમાં પહોંચી અને ત્યાં રામ અને રાવણનું યુદ્ધ બાદ રાવણનો પરાજ્ય થતા રાવણ દહન કરાયું હતું.
આ કાર્યક્રમ માટે સિંધી સમાજના ચેરમેન અને માજી મંત્રી પરમાનંદ ખટ્ટરના તથા પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણીના માર્ગદર્શન હેઠળ દશેરા કમિટી અને સમાજના યુવાઓ અને કાર્ય કર્તાઓ દ્વારા એક માસ પૂર્વે થી જહેમત ઉઠાવી તૈયારીઓ કરી પૂતળાં બનાવી જે પૂતળાંઓ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેઘનાદ અને કુંભકર્ણના ૪૦-૪૦ અને રાવણનું ૫૦ ફુટ જેટલા ઊંચા પુતળા બનાવીને તેમાં ફટાકડા ભરીને ઉભા કરાયા બાદ દશેરા પર્વ ની સાંજે રામ રાવણના યુધ્ધ બાદ પુતળાઓને ભગવાન શ્રીરામના તીર દ્વારા પલિતો ચાંપવામાં આવ્યા હતાં.
મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓમાં ૧૨૦૦-૧૨૦૦ યુનિટ અને રાવણના પુતળામાં ૧૩૦૦ યુનિટ એક્સપ્લોઝીવ ગોઠવવા આગ્રા દિલ્હીથી મધ્યપ્રદેશના કારીગરોની ટીમ આવી હતી જેના દ્વારા ક્ધટ્રોલ્ડ એક્સ્પ્લોઝિવ ચેઈન સીસ્ટમથી ફુટે તેવી ગોઠવણ કરવામાં આવી છે. રામ અને રાવણની સેના વચ્ચે યુધ્ધ બાદ કુંભરર્ણ અને મેઘનાદના ૪૦-૪૦ અને રાવણના ૫૦ ફુટ ઉંચા પુતળાઓનું દહન કરાયું હતું.
રાવણદહનને નિહાળવા નવતનપુરી ધામ પ્રણામી ના સંત કૃષ્ણમણી મહારાજ, દેવભૂમિ દ્વારકા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, મનપા સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા તથા ભાજપ શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાયબ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા આર. બી. દેવધા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ની હાજરી રહી હતી.
આ કાર્યક્રમમાં સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, પૂર્વ પ્રમુખ ઉધવદાસ ભુગડોમલ, જનરલ સેક્રેટરી કિશોરકુમાર ટી.સંતાણી, દશેરા કમીટીના ચેરમેન પ્યારેલાલ રાજપાલ, વાઇસ ચેરમેન મનીષભાઇ રોહેરા અને મુકેશભાઇ લાલવાણી, પરસોતમભાઇ કકનાણી, ધનરાજભાઇ મંગવાણી, કોર્પોરેટર બબીતાબેન લાલવાણી, પૂર્વ ડે.મેયર રેખાબેન શર્મા, કોર્પોરેટર લીલાવતીબેન ભદ્રા, દાતા પરીવારમાં ખટ્ટર પરીવાર, નારણદાસ વધવા, ઘનશ્યામદાસ ગંગવાણી, પ્રકાશકુમાર એલ.હકાણી, રાજપાલ પરીવાર, રોહેરા પરીવાર, સ્વ.નાનકરામ કલ્યાણદાસ કેવલરામાણી, ઉધવદાસ ભુગડોમલ, સ્વ.નારાયણદાસ એસ.ખુબચંદાણી, સ્વ.લક્ષ્મીદાસ ગોકલદાસ લાલવાણી દાતા બન્યા હતાં.
સિંધી સમાજ દ્વારા તમામ આમંત્રણ મહેમાનો અને આગેવાનોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યમાં જનમેદની રાવણ દહન નિહાળવા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થયા હતાં જોતજોતામાં રાવણને પલીતો ચાંપતા જય જય શ્રીરામના નારાથી સમગ્ર વાતાવરણ ખીલી ઉઠ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech